News Continuous Bureau | Mumbai
મુંબઈગરા આવતી કાલે ઘરની બહાર નીકળતા પહેલા સો વખત વિચાર કરજો. હવામાન ખાતાએ(Weather department) આવતી કાલે મુંબઈ (Mumbai) માટે રેડ એલર્ટ(Red alert) આપ્યું હોઈ ભારેથી અતિભારે વરસાદની(Heavy rainfall) શક્યતા છે. તો આગામી ચારથી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે.
મુંબઈ મા સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ છે. ગુરુવાર એટલે કે 7 જુલાઈ માટે મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે(Regional Meteorological Department) મધ્ય મહારાષ્ટ્રના(Central Maharashtra) પાલઘર(palghar), રાયગઢ(Raigad), રત્નાગિરી(Ratnagiri), સિંધુદુર્ગ(Sindhudurg) અને પુણે(pune), સતારા(Satara) અને કોલ્હાપુરમાં(Kolhapur) ભારે વરસાદની રેડ એલર્ટ ચેતવણી જારી કરી છે. તો આવતી કાલે શુક્રવારના, 8 જુલાઈના રોજ, મુંબઈ અને થાણે તેમજ મધ્ય મહારાષ્ટ્રના પુણે, સતારા અને કોલ્હાપુર સહિત કોંકણ કિનારે(Konkan coast) આવેલા તમામ જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો-ભંગાર વેચીને વેસ્ટર્ન રેલવેએ કરી અધધ આટલા કરોડ રૂપિયાની કમાણી-જાણો વિગત
ગુરુવારે બપોરે, મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે સોમવાર સુધી જુદા જુદા દિવસો માટે સમગ્ર કોંકણ તટ અને મધ્ય મહારાષ્ટ્ર માટે રેડ અને ઓરેન્જ એલર્ટ(Orange alert) જારી કર્યું છે. પાલઘર, દક્ષિણ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા, જેમને ગુરુવારે રેડ એલર્ટ મળ્યો હતો, ઓછામાં ઓછા 65.4 થી 204.4 મીમી વરસાદ થવાની સંભાવના છે. જિલ્લામાં દર કલાકે 30 મીમી જેટલો વરસાદ પડી શકે છે. તેની સરખામણીમાં ગુરુવારે મુંબઈ અને થાણેમાં ઓછો વરસાદ રહે એવી શક્યતા છે.
મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત રાજ્ય સરકારે(State Government) અતિવૃષ્ટિની શક્યતાને પગલે એનડીઆરએફની(NDRF) વધારાની ટુકડી તૈનાત કરવાની સાથે જ તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનું જણાવ્યું હતું.
