Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ શું વાત છે- મુંબઈ પરેશાન પણ પાણી આપનારા તળાવોમાં એક દિવમાં અધધ- આટલું પાણી એકઠું થયું-શું પાણી કપાત જશે- જાણો તાજા આંકડા અહીં

News Continuous Bureau | Mumbai 

મુશળધાર વરસાદને(heavy Rain) કારણે મુંબઈને પાણી પૂરું પાડનારા તળાવોમાં(lakes) 24 કલાકની અંદર જ 20,859 મિલિમીટર જેટલું  પાણી જમા થઈ ગયું છે. અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી(Rain Forecast) હોવાથી આવો જો વરસાદ પડ્યો તો બહુ જલદી પાણીકાપ(Water cut) પણ પાછો ખેંચાઈ શકે છે.

Join Our WhatsApp Channel

મુંબઈ, થાણે સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સોમવારથી ફરી એક વખત મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે સામાન્ય નાગરિકોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં(Reservoirs) નવા પાણીની આવક થઈ છે. મંગળવારે સવારના સાતેય જળાશયોમાં કુલ 2,14,169 મિલિયન લિટર( 14.80 ટકા) જેટલો પાણીનો સ્ટોક(Water stock) જમા થયો હતો. આ અગાઉ સોમવારે સવારના સાતેય જળાશયોમાં 1,93,310 મિલિયન લિટર એટલે કે માત્ર 13.36 ટકા પાણીનો સ્ટોક હતો.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈનું વડાલા આખું પાણી પાણી- રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા- જુઓ વિડિયો

મુંબઈ સહિત થાણે અને પાલઘરમાં(palghar) સારો એવો વરસાદ પડી રહ્યો છે. જળાશયોના કેચમેન્ટ એરિયામાં(Catchment area) પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. તેથી જો આ રીતે જ વરસાદ પડતો રહ્યો અને જળાશયોમાં પાણીની સપાટી વધતી રહી તો મુંબઈમાં રહેલો પાણીકાપ પાછો ખેંચાઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 27 જૂનથી 10 ટકા પાણીકાપ મુકવામાં આવ્યો છે.
 

જળાશય     આજની પાણીની સપાટી(મીટરમાં) નોંધાયેલો વરસાદ (મિ.મી.માં)
અપર વૈતરણા 594.26 14.00
મોડક સાગર 152.42 38.29
તાનસા  120.37 75.00
મિડલ વૈતરણા   240.10 31.00
ભાતસા 113.39 61.00
વિહાર 75.91 119.00

 

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version