Site icon

સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે

News Continuous Bureau | Mumbai 

મુંબઈના જૂના બ્રિટિશ કાળના(British period) સૌથી જૂના પુલના(old bridge) આયુષ્ય પૂરા થઈ ગયા હોવા છતાં તેને તોડી પાડવામાં આવ્યા નથી. આ પુલની હાઈટ નીચી હોવાને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી લાંબા અંતરથી ડબલ ડેકર ટ્રેનો(Double decker trains) દોડાવી શકાતી નથી. તેથી હવે બાકી બચેલા જૂના પુલ જલદી તોડી પાડીને તેની જગ્યાએ નવા પુલ બાંધવાની માગણી થઈ રહી છે. 

Join Our WhatsApp Community

બ્રિટિશ કાળના હેંકોક પુલ(Hancock Bridge) અને લોઅર પરેલના પુલને(Lower Parel Bridge) તોડી પાડ્યા બાદ નવા પુલ બાંધવાનું કામ રખડી પડ્યું છે. તેથી મુંબઈગરાને ભારે ટ્રાફિક જામની(Traffic jams) સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે દક્ષિણ મુંબઈમાં(South Mumbai) રેલવે પાટા(Railway tracks) ઉપરથી પસાર થતો જૂનો પુલ તોડી પાડવામાં આવે નહીં ત્યાં સુધી રેલવે માટે નવી ટેક્નોલોજીનો(New technology) ઉપયોગ કરીને વધુ પ્રવાસીને સમાવી લેનારી ડબલડેકર ટ્રેન દોડાવવું અશક્ય છે.

હાલ દક્ષિણ મુંબઈમાં મસ્જિદ બંદરનો(Masjid Bunder) કર્ણાક પુલ(Karnak Bridge) જે સૌથી જૂના પુલ તરીકે ઓળખાય છે. આ પુલ 1868માં બાંધવામાં આવ્યો હતો. તેને 154 વર્ષ થઈ ગયા છે. આ પુલની હાઈટ સૌથી ઓછી છે. આ પુલને જોકે જોખમી જાહેર કર્યો હોઈ તેના પરથી ભારે વાહનોને(Heavy vehicles) પ્રતિબંધ છે. આ પુલ સૌથી જૂનો હોવા છતાં અગાઉ સેન્ડહર્સ્ટ રોડ(Sandhurst Road) અને હેંકોક પુલને સેન્ટ્રલ રેલવેના(Central Railway) ડીસીથી એસી વિદ્યુતમાં પરિવર્તન કરવામાં આડે આવતા હોવાથી પહેલા તોડી પાડવામાં આવ્યા હતા.

એ સિવાય  દાદરનો(Dadar) ટિળક પુલ(Tilak Bridge) અને પરેલના કરોલ પુલ(Carol Bridge) સૌથી જૂના છે. આ પુલ તોડ્યા સિવાય રેલવે માટે નવી ડબલ ડેકર ટ્રેન દોડાવવું શક્ય નથી. ખાસ કરીને કોંકણ જતી મડગાવ ડબલડેકર બસ તેની ઊંચાઈને કારણે હાલ CSMTને બદલે કુર્લા ટર્મિનસથી(Kurla Terminus) દોડાવવામાં આવી રહી છે. લગભગ 100 વર્ષ જૂના પુલ તોડીને નવા બાંધ્યા સિવાય કોઈ વિકલ્પ નથી.

આ સમાચાર પણ વાંચો : છેડતી અને બળાત્કારના સંદર્ભનો મુંબઈ પોલીસ કમિશનરનો વિવાદાસ્પદ પરિપત્ર પાછો ખેંચાયો- હવે બળાત્કારની સીધી ફરિયાદ થઈ શકશે

વેસ્ટર્ન રેલવેમાં(Western Railway) અંધેરીમાં ગોખલે પુલ(Gokhale Bridge) પર રાહદારીઓ માટે ચાલવાનો ભાગ જુલાઈ 2018માં તૂટી પડ્યો હતો. તેને પગલે મુંબઈના રેલવે માર્ગ(Railway line) પર બાંધવામાં આવેલા બ્રિટિશ કાળના પુલનો સેફ્ટી ઓડિટ(Safety audit) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વેસ્ટર્ન રેલવે પર ત્રણ વર્ષ પહેલા લોઅર પરેલ પરનો ડિલાઈલ પુલ(Delial bridge) તોડી પાડવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા જ અહીં પુલના કામ માટે પહેલો ગર્ડર બેસાડવામાં આવ્યો હતો. બહુ જલદી અહીં બીજો અને ત્યારબાદ છેલ્લો ગર્ડર બેસાડવાનું કામ કરવામાં આવવાનું છે. 
 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version