Site icon

યાત્રી કૃપયા ધ્યાન દે-વેસ્ટર્ન રેલવેમાં આ કારણથી પાંચ દિવસનો નાઈટ પાવર અને ટ્રાફિક બ્લોક- અમુક લોકલ  ટ્રેન સેવા થશે રદ

News Continuous Bureau | Mumbai 

વહેલી સવારે કામ પર જનારા મુંબઈવાસીઓ માટે મહત્વના સમાચાર છે. વેસ્ટર્ન રેલવે(Western Railway) દ્વારા સોમવાર 20 જૂનથી પાંચ દિવસ માટે રાતનો સાડા ત્રણ કલાકનો બ્લોક હાથ ધરવામાં આવ્યો છે. તેથી અમુક ટ્રેનો રદ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

મુંબઈના લોઅર પરેલ(Lower Parel) ખાતે ડેલાઈસલ રોડ ઓવર બ્રિજના(Delisle Road Over Bridge) ગર્ડર લોન્ચિંગના(girder launching) કામના સંબંધમાં વેસ્ટર્ન રેલવે દ્વારા સોમવાર 20 જૂનથી પાંચ દિવસનો રાતનો સાડા ત્રણ કલાકનો નાઈટ પાવર અને ટ્રાફિક બ્લોક(night power and traffic block) હાથ ધરવામા આવ્યો છે. આ બ્લોક મધ્યરાત્રિમાં 01.25 કલાકથી 04.55 કલાક સુધી લોઅર પરેલ પર રહેશે.

આ સમાચાર પણ વાંચો : સીસીટીવી ફૂટેજે લોકલ ટ્રેનમાં મોબાઈલ ચોરનારો રીઢો ચોર પકડાવ્યો- જાણો વિગત

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી  સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ કામને કારણે ઉપનગરીય લોકલ સ્થાનિક સેવાઓને(Suburban Local Services) અસર થશે.  

સોમવારથી પાંચ દિવસ માટે રાતના દોડતી 91256 વિરાર- ચર્ચગેટ લોકલ રદ કરવામાં આવશે. તો અમુક લોકલ ટ્રેનનો(Local train) સમય બદલાશે. આ દરમિયાન  વધારાની ચર્ચગેટ ફાસ્ટ લોકલ તરીકે ચલાવવામાં આવશે જે વિરારથી 00.05 કલાકે ઉપડશે અને 1.25 કલાકે ચર્ચગેટ પહોંચશે. આ વધારાની લોકલ બોરીવલી, અંધેરી, બાંદ્રા, દાદર અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો પર ઉભી રહેશે.  ટ્રેન નંબર 90017 ચર્ચગેટ-વિરાર- ચર્ચગેટથી 4.15 કલાકે ઉપડતી લોકલ ચર્ચગેટ અને દાદર સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને તે દાદર અને વિરાર વચ્ચે દોડશે.  ટ્રેન નંબર 90025 ચર્ચગેટ- 4.38 કલાકે ચર્ચગેટથી ઉપડતી બોરીવલી લોકલ ચર્ચગેટ અને બાંદ્રા વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને તે બાંદ્રા અને બોરીવલી વચ્ચે દોડશે. ટ્રેન નંબર 90021 ચર્ચગેટ- 4.19 કલાકે ચર્ચગેટથી ઉપડતી બોરીવલી લોકલ રદ કરવામાં આવશે.  ટ્રેન નંબર 90062 બોરીવલી – 5.31 કલાકે બોરીવલીથી ઉપડતી ચર્ચગેટ લોકલ રદ કરવામાં આવશે.  
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version