Site icon

સારા સમાચાર- મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં વધુ બે નવા સ્વિમિંગ પુલ બનશે- સપ્ટેમ્બરમાં BMC તેને ખુલ્લા મુકશે

News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ ઉપનગરને(western suburbs) વધુ બે નવા સ્વિમિંગ પુલનો(New swimming pool) લાભ મળવાનો છે. બહુ જલદી મલાડ(Malad) અને દહિસરમાં(Dahisar) સ્વિમિંગ પૂલ ખુલ્લો મુકાવાનો છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા હાથ ધરવામાં આવેલા પાંચ સ્વિમિંગ પૂલમાંથી, મલાડ અને દહિસર ખાતેના સ્વિમિંગ પૂલ સપ્ટેમ્બર સુધીમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. તો અંધેરી(Andheri) સ્વિમિંગ પૂલ આવતા વર્ષે માર્ચ સુધી ખુલ્લો રહેશે. મલાડ અને દહિસર બંને સ્વિમિંગ પુલ હાલ 80 થી 85 ટકા પૂરા થઈ ગયા છે.

મુંબઈ મહાનગરપાલિકા પાસે દાદરમાં મહાત્મા ગાંધી ઓલિમ્પિક(Mahatma Gandhi Olympics) સ્વિમિંગ પૂલ, ચેમ્બુર(Chembur), અંધેરીમાં રાજે શાહજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ(Raje Shahaji Sports Complex), કાંદિવલી(kandivali), મુલુંડ(Mulund) વગેરેમાં જેવા 7 સ્થળોએ સ્વિમિંગ પૂલ છે. આ સ્વિમિંગ પુલ ફી ચાર્જ કરીને સ્વિમિંગની સુવિધા(Swimming facilities) પૂરી પાડવામાં આવે છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner) અજોય મહેતાની(Ajoy Mehta) સૂચના મુજબ મુંબઈના સાત ઝોનમાં એક-એક સ્વિમિંગ પુલ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

આ સમાચાર પણ વાંચો : મોનો રેલનો પ્રવાસી હવે સીધો મહાલક્ષ્મી સ્ટેશન પર પહોંચી શકશે-MMRDA આ બંને સ્ટેશનોને જોડશે

તે મુજબ મલાડ ચાચા નહેરુ મેદાન(Chacha Nehru Maidan) વિસ્તાર અને દહિસર પશ્ચિમ વિસ્તારમાં આર.ટી.ઓ.(RTO), અંધેરીમાં કોંડિવિટા, વિક્રોલી(પૂર્વ)માં રાજર્ષિ શાહુ સ્ટેડિયમ(Rajarshi Shahu Stadium) તેમ જ વરલી હિલ રિઝર્વિર(Worli Hill Reservoir) જેવા પાંચ સ્થળોએ કામ ચાલુ કરવામાં આવ્યું  છે. તેમાંથી બે સ્વિમિંગ પૂલ જે મલાડ અને દહિસરમાં બાંધવામાં આવી રહ્યા છે, તેના 80 થી 85 ટકા પૂર્ણ થયા છે. અંધેરી કોંડિવિટામાં(Condivita) સ્વિમિંગ પૂલ નવા વર્ષમાં માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે અને વિક્રોલી અને વરલી સ્વિમિંગ પૂલ મે 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.
 

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Exit mobile version