Site icon

ઓહો શું વાત છે- મુંબઈ શહેરમાં બેસ્ટ હવે લકઝરી બસ ચલાવશે- જાણો નવી બસમાં શું મળશે સુવિધા

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) એ ઉચ્ચ વર્ગના અને પ્રીમિયમ મુસાફરોને(Premium passengers) ધ્યાનમાં રાખીને મુંબઈમાં લકઝરી બસ(Luxury bus) દોડાવવાનો નિર્ણય લીધો છે. ચોમાસા(Monsoon) બાદ મુંબઈના રસ્તા પર 100 લક્ઝરી બસો દોડતી શરૂ થઈ જશે એવો દાવો બેસ્ટ પ્રશાસને(Best Administration) કર્યો છે. બેસ્ટ પ્રશાસનની મુંબઈમાં મર્સિડીઝ બેજ(Mercedes badge), સ્વાનિયા(Swania), વોલ્વો(Volvo) જેવી લક્ઝરી બસો દોડાવાની યોજના છે.

મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનની(Mumbai Metropolitan Region) હદમાં ઘણી મોબાઈલ એપ(Mobile app) આધારિત બસ અને ટેક્સી સેવાઓ(Taxi services) છે. આ સેવાઓ ખાસ કરીને ઉચ્ચ વર્ગના લોકો(Upper class people) દ્વારા લેવામાં આવે છે જેમને મુસાફરી દરમિયાન આરામદાયક સુવિધાઓની જરૂર હોય છે. આવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને, બેસ્ટ તેના કાફલામાં લક્ઝરી બસો ઉમેરવાનું પણ આયોજન કરી રહી છે, જેના ભાડા પણ સામાન્ય બસો કરતા વધુ હશે.

બેસ્ટના જનરલ મેનેજર(General Manager) લોકેશ ચંદ્રા અનુસાર, એપમાં 'હોમ સેફ'(Home Safe) નામનું ફીચર હશે, જે મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલું હશે. બસમાં ચઢ્યા પછી, મુસાફર ગંતવ્ય સ્થાને પહોંચે ત્યાં સુધી તેનું લોકેશન કંટ્રોલ રૂમમાં(Location control room) ટ્રેસ કરવામાં આવશે. મુસાફર ઘરે પહોંચ્યા બાદ કંટ્રોલ રૂમમાંથી ફીડબેક લેવામાં આવશે. આ ફીડબેક પેસેન્જરની(Feedback passenger) સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. જો મુસાફર જવાબ નહીં આપે તો કંટ્રોલ રૂમમાંથી કોલ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં તમામ સો બસો મળવાની ધારણા છે. આગામી 3થી 4 મહિનામાં 30-40 બસોનો પહેલો લોટ આવે એવી શક્યતા છે. 

આ સમાચાર પણ વાંચો : ચોથી લહેરના ભણકારા-મુંબઈમાં એક દિવસમાં કોરોનાના જ આવ્યા રેકોર્ડબ્રેક કેસ-જાણો આજના ડરાવનારા આંકડા

બેસ્ટના જણાવ્યા અનુસાર, આવી હાઈ-એન્ડ બસો(High-end buses) નિશ્ચિત રૂટ પર ચલાવવામાં આવશે, જેમાં કોર્પોરેટમાં કામ કરતા વર્ગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સેવાઓ મુંબઈના પશ્ચિમ અને પૂર્વ ઉપનગરો જેમ કે બોરીવલી(Borivali) અને થાણેથી(Thane) દક્ષિણ મુંબઈ(South Mumbai) સુધી ચાલશે. બેસ્ટના અધિકારીના જણાવ્યા અનુસાર રૂટ નક્કી થયા બાદ આ બસોના હોલ્ટનો નિર્ણય મુસાફરોની સંખ્યાના આધારે અથવા સામાન્ય ઓફિસના સ્થળોને(Office locations) ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

શહેરના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, વરલી, નરીમાન પોઈન્ટ, લોઅર પરેલ, પ્રભાદેવી, બોરીવલી, ગોરેગાંવ, અંધેરી જેવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કોરોનાના સમયગાળા બાદ શહેરમાં મોબાઈલ એપ આધારિત બસ સેવાની માંગ વધી છે. તેને જોતા હવે ઘણા હરીફો મેદાનમાં ઉતરી રહ્યા છે. સિંગલ ડેકર એસી લક્ઝરી બસની(Single decker AC luxury bus) કિંમત લગભગ 1.5 થી 2 કરોડ સુધીની છે. આવી બસોમાં કુશન સીટો ઉપરાંત હેડ રેસ્ટ, મોબાઈલ કે લેપટોપ ચાર્જિંગ વગેરેની સારી વ્યવસ્થા છે.
 

34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Exit mobile version