Site icon

મોંધવારીનો માર મુંબઈમાં ઓટોરિક્ષા અને ટેક્સીના ભાડામાં વધારાના આ પ્રધાને આપ્યા સંકેત- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai 

સીએનજી(CNG), પેટ્રોલના દરમાં(Petrol Rate) સતત થઈ રહેલા ભાવ વધારાને પગલે રીક્ષા-ટેક્સીવાળાએ(Rickshaw-taxi driver) ભાડામાં વધારો કરવાની માગણી કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન(Minister of Transport of Maharashtra) અનિલ પરબે(Anil Parab) શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન બહુ જલદી તેના પર નિર્ણય લેવામાં આવશે એવી જાહેરાત કરી હતી.

Join Our WhatsApp Community

સીએનજી, પેટ્રોલના દર વધારાને કારણે આર્થિક રીતે રિક્ષા, ટેક્સી ચલાવવું આર્થિક રીતે પરવડતું નથી, તેની ભાડામાં વધારો કરો એ રિક્ષા અને ટેક્સી યુનિયનવાળા(Rickshaw and taxi union) સતત માગણી કરી રહ્યા છે. રિક્ષાના ભાડામાં બે રૂપિયાનો તો ટેક્સીના ભાડામાં ચાર રૂપિયાનો વધારો કરવાની માગણી કરવામાં આવી છે. 

ગુરુવારે ચર્ચગેટમાં(Churchgate) એક કાર્યક્રમ દરમિયાન પરિવહન પ્રધાન અનિલ પરબે ભાડા વધારા પર વિચાર ચાલી રહ્યો છે અને બહુ જલદી તેના પર નિર્ણય લેવામાં આવશે એવું કહ્યું હતું

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં કોરોના રોકવા BMCની હર ઘર દસ્તક વેક્સિનેશન ઝુંબેશ- આ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે

આ અગાઉ 25 ઓગસ્ટ, 2021ના  પ્રતિ કિલોગ્રામે સીએનજીના દર 51.98 પૈસા હતા. દિવસેને દિવસે તેના દરમાં વધારો થઈ રહ્યો છે. હાલ સીએનજીના દરમાં 35 ટકાથી વધુ વધારો થયો છે. તેથી ભાડામાં વધારાની માગણી કરવામાં આવી રહી છે. માર્ચ 2021માં  ટેક્સીનું ભાડું 22 રૂપિયા અને રિક્ષાનું ભાડું 21 રૂપિયા હતું. તેમાં ત્રણ રૂપિયાનો વધારો થયા બાદ ટેક્સીનું મિનિમમ ભાડું 25 રૂપિયા કરવામાં આવ્યું હતું. હવે તેમાં વધુ ચાર રૂપિયાનો વધારાની માગણી છે. તો રિક્ષામાં બે રૂપિયાનો વધારો કરવાની માગણી છે. જૂન મહિનામાં તેના પર નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.
 

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version