News Continuous Bureau | Mumbai
29 મે એટલે કે રવિવારે મધ્ય રેલવેએ(Central Railway) સમારકામના(repairing) કામ માટે મધ્ય રેલવે લાઈન(Central railway line) પર પાંચ કલાકનો મેગા બ્લોક(Mega block) રાખવામાં આવનાર છે.
રવિવારે સવારે 10.55 થી બપોરે 3.55 સુધી સીએસએમટી(CSMT) અને વિદ્યાવિહાર(Vidyavihar) વચ્ચે અપ એન્ડ ડાઉન સ્લો લાઈન(Up and down slow line) પર મેગા બ્લોક રહેશે.
આ દરમિયાન સવારે 10.48 થી બપોરે 3.49 વાગ્યા સુધી ઉપડતી સ્લો ટ્રેનોને સીએસએમટી અને વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઈનમાં ડાયવર્ટ કરવામાં આવશે.
આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર થોભશે અને આ પછી ફરી સ્લો લાઈનના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : કાંદીવલી, બોરીવલી, દહીસર અને મલાડમાં કુલ 2 દિવસ પાણી નહીં આવે… જાણો વિગતે
