Site icon

કોલાબાથી પવઈ સુધીના વિસ્તારમાં આવતીકાલથી ચાર દિવસ પાણીકાપ.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોલાબાથી(Colaba) લઈને પવઈ(Powai) સુધીના વિસ્તારમાં આવતીકાલથી ચાર દિવસ સુધી પાંચ ટકા પાણીકાપ(Water cut) રહેશે બપોરના ચાર કલાક માટે આ કાપ મુકવામાં આવ્યો છે..

Join Our WhatsApp Community

મંગળવાર, 24 મે, 2022 થી શુક્રવાર, 27 મે, 2022 સુધી સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી પાણી કાપ રહેશે. આ પાણી કાપને કારણે મુંબઈના એ, બી, ઈ, એફ-દક્ષિણ, એફ-ઉત્તર, એલ, એમ-પૂર્વ, એમ-પશ્ચિમ, એન, એસ અને ટી વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠા(Water supply) પર અસર થશે. એટલે કે કોલાબા, ભાયખલા, મસ્જિદ બંદર, દાદર, પરેલ, કુર્લા, ચેમ્બુર, ઘાટકોપર, દેવનાર, ઘાટકોપર, વિક્રોલી, ભાડુંપ વિસ્તારમાં આ પાણી કાપ રહેશે.

પાલિકાના પાણી પુરવઠા(Municipal water supply) ખાતાના જણાવ્યા મુજબ પીસે પાંજરાપુર સંકુલમાં(Panjrapur Complex) પાંજરાપુર ખાતે 100 kV પાવર સબસ્ટેશનની(power substation) જાળવણીનું કામ BMC દ્વારા મંગળવાર, 24 મે, 2022 થી શુક્રવાર, 27 મે, 2022 સુધી દરરોજ સવારે 11.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી કુલ 4 કલાક માટે હાથ ધરવામાં આવવાનું છે.  તેથી, આ સમયગાળા દરમિયાન, પીસે પાંજરાપુર સંકુલમાંથી આવતા પાણી પુરવઠાને અસર થશે..

આ સમાચાર પણ વાંચો :   લો બોલો!!! મહારાષ્ટ્ર સરકારના વેટમાં ઘટાડા બાદ પણ મુંબઈ શહેરમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ આસમાને જ.. જાણો ઇંધણના લેટેસ્ટ ભાવ..

ઉપરોક્ત સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી કાપના આગલા દિવસે જરૂરી પાણીનો સ્ટોક(Water stock) રાખવા પાલિકાએ અપીલ કરી છે. 
 

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Exit mobile version