Site icon

લો બોલો!!! મહારાષ્ટ્ર સરકારના વેટમાં ઘટાડા બાદ પણ મુંબઈ શહેરમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ આસમાને જ.. જાણો ઇંધણના લેટેસ્ટ ભાવ..

 News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે(Central govt) પેટ્રોલ-ડિઝલના(petrol-diesel) ભાવમાં બે દિવસમાં સતત બીજી વખત ઘટાડો કરતા મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય નાગરિકોને થોડી રાહત જણાઈ હતી. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government ) અગાઉ કરમાં ઘટાડો કર્યો નહોતો. પરંતુ કેન્દ્ર સરકારે બીજી વખત ટેક્સમાં(Tax) ઘટાડો કરતા રાજય સરકારે નાછૂટકે વેટમાં ઘટાડો કર્યો છે. જોકે રાજ્ય સરકારની આડાઈને કારણે હજુ પણ રાજ્યના પેટ્રોલ-પંપમાં(petrol-pump) નાગરિકોને પેટ્રોલ-ડીઝલ માટે ઊંચી કિંમત જ ચૂકવવી પડી રહી છે.

Join Our WhatsApp Community

કેન્દ્ર સરકારે ઓછા કરેલા દરે જ સોમવારે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલનું વેચાણ કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારે વેટના દરમાં ઘટાડાની જાહેરાત બાદ પણ પેટ્રોલ પંપોએ તેમાં હજુ ઘટાડો નહીં કરતા ગ્રાહકોને ખાસ કંઈ ફાયદો થયો નહોતો.

રાજ્યમાં પેટ્રોલ પર 2 રૂપિયા 8 પૈસા તો ડીઝલ પર કર 1 રૂપિયા 44 પૈસાએ ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે રાજ્યની તિજોરી પર અઢી હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડવાનો છે. કેરળ, રાજસ્થાન, ઓડિશાએ પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો છે. બીજી તરફ ભાજપ(BJP) શાસિત 12 કરતા વધુ રાજ્યએ કરમા કપાત કરી નથી.

આ સમાચાર પણ વાંચો : હાશ! મુંબઈગરાને મળશે રાહત, રસ્તા પરના ખાડાને લઈને BMCએ કર્યો આ નિર્ણય… જાણો વિગતે

જોકે મહારાષ્ટ્ર સરકારે દબાણમાં આવીને પેટ્રોલ, ડિઝલ પરના કરમાં ઘટાડો કર્યો  છે. પરંતુ સોમવારે રાજ્યના પેટ્રોલ પંપ પર દર ઘટયા નહોતા. આ કરમા ધટાડાની અસર પહેલી જૂનથી જોવા મળે એવી શક્યતા છે. આજે કંપનીએ દર જૈસા થા વૈસા રાખ્યા એટલે નાગરિકોને આગામી આઠથી નવ દિસવ મહારાષ્ટ્ર સરકારે કરેલા દર ઘટાડાની રાહ જોવી પડશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં પેટ્રોલ 111.35 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
 

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Exit mobile version