News Continuous Bureau | Mumbai
મંગળવારના વહેલી સવારના સેન્ટ્રલ રેલવેની(Central railway) હાર્બર લાઈન(Harbour line) ખોરવાઈ ગઈ હતી. તેથી વહેલી સવારે ઓફિસે જવા નીકળેલા મુંબઈગરાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માનખુર્દ(Mankhurd) અને પનવેલ(Panvel) વચ્ચે રેલ વ્યવહાર બંધ થઈ ગયો હતો. મોડેથી જોકે ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો. જોકે ટ્રાન્સ હાર્બર લાઈન મોડે સુધી ચાલુ થઈ શકી નહોતી.
સેન્ટ્રલ રેલવેને પ્રવક્તાના જણાવ્યા મુજબ સવારે પાંચ વાગે હાર્બર લાઈન નાં વાશી સ્ટેશન પર ટેક્નિકલ સમસ્યા(Techincal problems) સર્જાઈ હતી. તેથી તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમસ્યાને કારણે ડાઉન હાર્બર લાઈનની માનખુર્દ અને પનવેલ વચ્ચે ટ્રેન બંધ થઈ હતી. એ સિવાય ટ્રાન્સ હાર્બર લાઈન માં થાણે અને વાશી વચ્ચે પણ અને અને ડાઉન લાઈનની ટ્રેન સેવા બંધ પડી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસે MNS કાર્યકર્તાઓને તાત્કાલિક મુંબઈ છોડવાનો આદેશ આપ્યો. જાણો કેમ? જાણો વિગતે.
લગભગ 6.25વાગ્યાની આસપાસ હાર્બર લાઈન ની ટ્રેન ચાલુ થઈ હતી. પરંતુ તેના નિયત સમય કરતા ભારે મોડી દોડી રહી હતી. તો ટ્રાન્સ હાર્બર લાઈનની થાણે અને વાશી વચ્ચે સવારે 10 વાગ્યા સુધી પણ ટ્રેન ચાલુ થઈ શકી નહોતી. જોકે ટ્રાન્સ હાર્બર જ થાણે અને નેરુલ-પનવેલ વચ્ચે ટ્રેન ચાલુ હતી.