Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની રેલવેની હાર્બર લાઈન ખોરવાઈ,મુંબઈગરા બેહાલ..જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મંગળવારના વહેલી સવારના સેન્ટ્રલ રેલવેની(Central railway) હાર્બર લાઈન(Harbour line) ખોરવાઈ ગઈ હતી. તેથી વહેલી સવારે ઓફિસે જવા નીકળેલા મુંબઈગરાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માનખુર્દ(Mankhurd) અને પનવેલ(Panvel) વચ્ચે રેલ વ્યવહાર બંધ થઈ ગયો હતો.  મોડેથી જોકે ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો. જોકે ટ્રાન્સ હાર્બર લાઈન મોડે સુધી ચાલુ થઈ શકી નહોતી.

સેન્ટ્રલ રેલવેને પ્રવક્તાના જણાવ્યા મુજબ સવારે પાંચ વાગે હાર્બર લાઈન નાં વાશી સ્ટેશન પર ટેક્નિકલ સમસ્યા(Techincal problems) સર્જાઈ હતી. તેથી તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમસ્યાને કારણે ડાઉન હાર્બર લાઈનની  માનખુર્દ અને પનવેલ વચ્ચે ટ્રેન બંધ થઈ હતી. એ સિવાય ટ્રાન્સ હાર્બર લાઈન માં થાણે અને વાશી વચ્ચે પણ અને અને ડાઉન લાઈનની ટ્રેન સેવા બંધ પડી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસે MNS કાર્યકર્તાઓને તાત્કાલિક મુંબઈ છોડવાનો આદેશ આપ્યો. જાણો કેમ? જાણો વિગતે.

લગભગ 6.25વાગ્યાની આસપાસ હાર્બર લાઈન ની ટ્રેન ચાલુ થઈ હતી. પરંતુ તેના નિયત સમય કરતા ભારે મોડી દોડી રહી હતી. તો ટ્રાન્સ હાર્બર લાઈનની થાણે અને વાશી વચ્ચે સવારે 10 વાગ્યા સુધી પણ ટ્રેન ચાલુ થઈ શકી નહોતી. જોકે ટ્રાન્સ હાર્બર જ થાણે અને નેરુલ-પનવેલ વચ્ચે ટ્રેન ચાલુ હતી.

 

Lalbaugcha Raja Devotee Death દર્શનની આસ અધૂરી રહી ગઈ… લાલબાગચા રાજાના મંડપ બહાર શ્રદ્ધાળુ અચાનક ઢળી પડ્યા, હાર્ટ એટેકથી નિધન; ભક્તોમાં અરેરાટી
Lalbaugcha Raja Donations લાલબાગચા રાજાના ચરણોમાં શ્રદ્ધાનો મહાસાગર ગણેશોત્સવના પ્રથમ ૩ દિવસમાં જ ₹૩.૧૮ કરોડથી વધુનું દાન મળ્યું
IIT Bombay Student Suicide આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીનો આપઘાત પરીક્ષા દરમિયાન ચેટબોટનો ઉપયોગ કરતાં પકડાયા બાદ ભર્યું અંતિમ પગલું
Dadar Udyan Ganesh Mandir Notice દાદરના ઐતિહાસિક ઉદ્યાન ગણેશ મંદિરને બીએમસીની નોટિસ શિવાજી પાર્ક ખાતે બાંધકામ મુદ્દે વિવાદ
Exit mobile version