Site icon

આખરે 12 વર્ષે ન્યાય મળ્યોઃ બોરીવલીના જૈન મંદિરમાં લૂંટ અને હત્યા કેસમાં ત્રણને આજીવન કેદની સજા.. જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

બોરીવલીના(Borivali) જૈન દેરાસરમાં લૂંટJain derasar robbery) અને હત્યાના કેસના આરોપીઓને આખરે 12 વર્ષે સેશન્સ કોર્ટે(Session court) સજા ફટકારતા મૃતકોને ન્યાય મળ્યો છે.

 જૈન દેરાસરમાં લૂંટ ચલાવનારા લૂંટારાઓએ સિક્યોરિટી ગાર્ડની(Security guards)) કરેલી હત્યાના કેસમાં લગભગ ૧૨ વર્ષે સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને કસૂરવાર ઠેરવી તેમને જન્મટીપની(Life imprisonment) સજા ફટકારી હતી. લૂંટ દરમિયાન હત્યાના કેસમાં કસૂરવાર ઠરેલા દરેકને  આજીવન કારાવાસની સજા ફટકારી છે, જે લગભગ ૧૬ વર્ષની ઓછામાં ઓછી હશે. 

સેશન્સ કોર્ટે શનિવારે હારુન શેખ, રમેશ પાટીલ અને સંતોષ ભોઈરને દોષી ઠેરવ્યા હતા, જ્યારે સુરેશ ગુપ્તા, વિનોદ કુમાર યાદવ, વિકી થાપા અને મૂકેશ યાદવને પુરાવાને અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા. અન્ય બે જણનાં ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયાં હતાં. આરોપીઓને ચુકાદા માટે શનિવારે કોર્ટમાં હાજર કરાયા હતા.

આ સમાચાર પણ વાંચો : શું મુંબઈની નવી મેટ્રો લાઇન ધોળો હાથી સાબિત થશે? મહિના બાદ પણ મુંબઈગરાનો નવી મેટ્રોને મોળો પ્રતિસાદ  જાણો વિગતે.

બોરીવલી પશ્ર્ચિમમાં આવેલા જૈન મંદિરમાં ૨૨ ઑગસ્ટ, ૨૦૧૦ની વહેલી સવારે લૂંટારાઓ ધાડ પાડી હતી. એક સિક્યોરિટી ગાર્ડની હત્યા અને બીજાને જખમી કરી લૂંટારાઓએ મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના અને દેવ-દેવીઓની પ્રતિમાઓ મળી અંદાજે ૪.૨ લાખની લૂંટ કરી હતી.

પોલીસના કહેવા મુજબ આ હુમલામાં પંચાવન વર્ષના સિક્યોરિટી ગાર્ડ દેવીલાલ સિંહનું મૃત્યુ થયું હતું અને 30 વર્ષનો રામપ્રસાદ જોશી  જખમી થયો હતો. આરોપીઓએ બન્ને સિક્યોરીટી ગાર્ડ પર દાંતરડા અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. ઘટનાના પખવાડિયામાં જ પોલીસે આઠ આરોપીની ધરપકડ કરવામાં સફળ રહી હતી અને ચોરાયેલી મતા હસ્તગત કરી હતી.

આ હુમલાનો માસ્ટરમાઈન્ડ આરોપી શેખ હતો અને ગુનો બન્યો ત્યારે તે સગીર હતો, એવું પુરવાર કરવાનો તેણે પ્રયાસ કર્યો હતો. જોકે મેડિકલ બોર્ડના અભિપ્રાય પ્રમાણે તે ગુના સમયે ૨૦ વર્ષથી વધુની વયનો હતો.

 

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version