Site icon

મુંબઈમાં ટુ વ્હીલર ચલાવતા સમયે જો આ કરશો તો 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થશે. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈ ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આકરા પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે. જે હેઠળ હેલ્મેટ પહેર્યા વગર જો ટુ વ્હીલર ચલાવતા પકડયા તો ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે એક યુ ટ્યુબ વિડિયો બનાવ્યો છે, જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે નવી એસઓપી જાહેર કરી છે. જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા એવા લોકોને ફરજિયાત રીતે બે કલાકનો ટ્રાફિકના નિયમોની માહિતી આપનારો વિડિયો જોવા ફરજિયાત રહેશે. 

 આ સમાચાર પણ વાંચો :  વાહ!! મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર શતાબ્દી એક્સપ્રેસમાં પ્રવાસીઓ હવે વિસ્ટા ડોમ એટલે કે કાચના ડબ્બામાં પ્રવાસ કરી શકશે. જાણો શું છે રેલવે ની નવી યોજના….

મુંબઈ ટ્રાફિક પોલીસ કમિશનર સંજય પાંડેએ ફેસબુક પર લાઈવ સેશન પર મુંબઈગરા સાથે વાતચીત દરમિયાન હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનારાઓને જોખમની ચેતવણી આપી હતી. સાથે જ કહ્યું હતું કે હેલ્મેટ વગરના વાહન ચાલકોનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.

હેલ્મેટ વગર પકડાયા તો તેમના ઈ-ચલાન તો મોકલવામાં આવશે. સાથે જ હેલ્મેટ વગર પકડાઈ વ્યક્તિને નજીકની ટ્રાફિક ચોકીમાં મોકલવામાં આવશે અને તે બે કલાક માટે ફરજિયાત બે કલાક માટે ટ્રાફિકના નિયમોની માહિતી આપતો યુ-ટ્યુબ વિડિયો જોવા પડશે.

ટ્રાફિકના નિયમોનું સૌથી વધુ ઉલ્લંઘન યંગસ્ટર દ્વારા થતું હોય છે, તેથી ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોની માહિતી આપતો વિડિયો સ્કૂલ કોલેજમાં બતાવવાની યોજના બનાવી છે.

Mumbai train accident: મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના: ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન ટ્રેક પર ચાલતા મુસાફરોને ટ્રેને ટક્કર મારતા બેના મોત, ત્રણ ઘાયલ
Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Exit mobile version