Site icon

મુંબઈગરાને મળશે ટ્રાફિક જામથી છુટકારો, આજથી મેટ્રોના 2એ અને 7નો રૂટ પ્રવાસીઓની સેવામાં શરૂ, મેટ્રો લાઇનને લીલી ઝંડી બતાવશે સીએમ ઉદ્ધવ ઠાકરે

Mumbai will get new metro in January 2023

Mumbai Metro : ઇન્તેઝાર ની ઘડી ખતમ થઈ. મુંબઈને લગભગ 9 વર્ષ પછી આ તારીખે બે નવી મેટ્રો લાઈનો મળશે

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં લોકલ ટ્રેન એ મહાનગરની લાઈફલાઈન છે, તેથી મેટ્રો શહેરી પરિવહનમાં નવા આયામો ઉમેરી રહી છે. 2 એપ્રિલે, ગુડી પડવાના અવસર પર એટલે કે આજથી મુંબઈ મેટ્રોની બે નવી લાઈનો પર પરિવહન શરૂ થશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે બીજી મેટ્રો રેલવે લાઇનને લીલી ઝંડી આપશે. 

Join Our WhatsApp Community

મુંબઈમાં પહેલી મેટ્રો રેલ્વે લાઈન 8 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી અને બીજી રેલવે લાઈન હવે આજથી શરૂ થવા જઈ રહી છે. આ બંને મેટ્રો રૂટ શરૂ થવાથી મુંબઈવાસીઓને ટ્રાફિક જામથી છૂટકારો થશે. આ બંને રૂટમાં પહેલા તબક્કામાં 20 કિલોમીટર પર ટ્રેન શરૂ થશે. એ પછી બીજા તબક્કામાં 15 કિલોમીટરનો માર્ગ શરૂ થશે. હજી કેટલાક મેટ્રો સ્ટેશનનું કામ બાકી છે. આ કામ અને જરૂરી પરવાનગીઓ મળ્યા પછી બીજા તબક્કામાં મેટ્રો ટ્રેન દોડશે. મુંબઈ મેટ્રોના આ બંને રૂટ માટે ટિકિટના દર લઘુતમ 10 રૂપિયા અને મહતમ 80 રૂપિયા હશે. મેટ્રો-2એ અને મેટ્રો-7ના પહેલા તબક્કા માટે કુલ 10 ટ્રેન વાપરવામાં આવશે.

 આ સમાચાર પણ વાંચો : સાવધાન!! આવતા અઠવાડિયામાં પૂર્વ ઉપનગરના આ વિસ્તારમાં થશે પાણી પુરવઠાને અસર.. જાણો વિગતે

મુસાફરોને મુંબઈના ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા માટે મેટ્રોના પ્રથમ તબક્કા હેઠળ મેટ્રો 7 અને મેટ્રો 2A કોરિડોરના ડહાણુકરવાડીથી આરે સ્ટેશન વચ્ચે આ સેવા શરૂ કરવામાં આવી રહી છે. મેટ્રો 7નું બાંધકામ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની નજીક છે અને મેટ્રો 2A કોરિડોર SV રોડ નજીક છે. મેટ્રોની સુવિધાજનક સેવાને કારણે લોકો પોતાના અંગત વાહનોને બદલે મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરશે. આનાથી ઇંધણની બચત થશે તેમજ મુસાફરોના નાણાંની પણ બચત થશે. આ ઉપરાંત ટ્રાફિકમાં પણ લગભગ 30 થી 40 ટકાનો ઘટાડો થશે.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version