Site icon

મુંબઈની સ્ટીલ માર્કેટમાં સન્નાટો, રશિયા અને યુક્રેનને લીધે આ અસર પડી… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 07 માર્ચ, 2022,

Join Our WhatsApp Community

સોમવાર, 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ફક્ત ભારતને જ નહીં પણ પૂરા વિશ્ર્વને થઈ રહી છે, તેમાં પણ દક્ષિણ મુંબઈમાં સી.પી.ટેન્કમાં આવેલી સૌથી જૂની મેટલ માર્કેટને અને મેટલ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને ભારે ફટકો પડ્યો છે. યુદ્ધ જો ચાલુ જ રહ્યું તો આગામી દિવસમાં મેટલ માર્કેટમાં કામ એકદમ ઠપ્પ થઈ જશે અને તેની અસર ફક્ત વેપારીઓને જ નહીં દેશના અનેક ઇન્ફ્રા પ્રોજેક્ટને પણ થશે અને છેવટે તેની અસર દેશના શેરબજારને પણ આગામી દિવસમાં પડશે, એવું બજારના અગ્રણી વેપારીઓનું કહેવું છે. 

મેટલ એન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ પૃથ્વી જૈને ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે,  યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ જો ચાલુ જ રહ્યું તો આગામી દિવસમાં દેશના અનેક ઈન્ફ્રા પ્રોજેક્ટને પણ અસર થશે. કારણ કે મોટાભાગની સ્ટેનલેસ સ્ટીલ, નિકલ જેવી ધાતુઓ રશિયાથી આવે છે. યુદ્ધના કારણે ઇમ્પોર્ટ બંધ છે. તેથી આ માલ આવતા બંધ થઈ જવાથી દેશના અનેક પ્રોજેક્ટના કામ અટવાઈ જશે અને ઇન્ફ્રા પ્રોજેક્ટ અટવાયા તો શેરમાર્કેટને પણ અસર થશે કારણ કે ઈન્ફ્રાના મોટાભાગના પૈસા શેરબજારમાં લાગેલા છે. 

આજે મુંબઈ મનપાની સ્થાયી સમિતિની છેલ્લી સભા, આવશે આટલા હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવ મંજૂરી માટે જાણો વિગત,

હાલ સી.પી.ટેન્કની બજારમાં માહોલ એકદમ શાંત છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો થોડું ઘણું કામ ચાલી રહ્યું છે તે પણ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે અને વેપારી બધી રીતે બરબાદ થઈ જશે. એવુ બજાર સાથે સંકળાયેલા મોટાભાગના વેપારીઓનું કહેવું છે. કોરોના મહામારી બાદ માંડ વેપાર ઉદ્યોગની ગાડી પાટે ચઢી છે, તે જો યુદ્ધ સમાપ્ત નહીં થયું તો આગામી દિવસોમાં ફરી ઉદ્યોગ-ધંધો ભાંગી પડશે એવી નિરાશા મોટાભાગના મેટલ માર્કેટ સાથે સંકળાયેલા વેપારી વ્યક્ત કરી રહ્યા છે. 
માર્કેટની હાલત વિશે પૃથ્વી જૈને વધુમાં કહ્યું હતું કે, રશિયાથી નિકલ, સ્ટીલ સહિત અનેક વસ્તુઓની આયાત થાય છે. જે હાલ યુદ્ધને કારણે બંધ છે. દેશના ઇન્ફ્રા પ્રોજેક્ટ માં તેની અસર વર્તાઈ રહી છે. આયાત અટકી ગઈ છે એટલે ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. ટ્રેડર અને સપ્લાય પાંચથી દસ ટકા પર કામ કરતા હોય છે. જ્યારે માલ જ નહીં આવે તો તેમનો વ્યવસાય ચાલશે કેમ. હાલ તો બજારમાં માલ છે પણ યુદ્ધ ચાલુ જ રહ્યું તો માલ આવતો બંધ થઈ જશે. એવી પરિસ્થિતિમાં વેપારી પણ આર્થિક રીતે પાયામાલ થઈ શકે છે અને દેશના ઇન્ફ્રા પ્રોજેક્ટ સહિત કેમિકલ, ફર્ટિલાઇઝર સહિત અનેક ઈન્ડસ્ટ્રીને પણ તેનો ફટકો પડશે.

મુંબઈમાં ભલે બધું જ 100 ટકા ક્ષમતાએ ખુલ્યું પરંતુ રેલ્વેમાં ટિકિટ સંદર્ભેની આ સેવા બંધ જ રહેશે. જાણો વિગતે. 

એક તરફ માલ આવતો નથી. બીજી તરફ લોકલ સ્તરે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં નિકલનો ભાવ 21,000 ડોલરથી વધીને 30,000 ડોલર થઈ ગયો છે. મેટલ માર્કેટમાં લગભગ 9,000 વેપારીઓ છે, જેમનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 50,000 કરોડ રૂપિયા છે. માલના ભાવમાં સતત વધારો વેપારી સહિત તમામ લોકોને અસર કરી રહ્યો છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version