ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
મુંબઈ શહેર માટે હવે તાપમાનમાં વધઘટ અસામાન્ય થવા માંડી છે.
ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 37.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે આ વર્ષે નોંધાયેલું સૌથી વધુ મહત્તમ તાપમાન પણ હતું.
શુક્રવારે પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વેધશાળાનું કહેવું છે કે પૂર્વના પર્વતો પરથી આવી રહેલા પવનોને કારણે તાપમાનમાં વધારો થયો છે.
