Site icon

લો બોલો! હવે આ પ્રોજેક્ટમાં પાંચસો કરોડ રૂપિયાનું કૌભાંડ. પાલિકાના વિરોધ પક્ષનો શિવસેના પર આક્ષેપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શનિવાર , 

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજકીય પાર્ટીઓને એકબીજાના કૌભાંડો બહાર પાડવાનું ચાલુ કરી દીધું છે. મુલુંડ અને ભાંડુપના પ્લોટ પર પ્રોજેક્ટ અસરગ્રસ્તો માટે બિલ્ડર મારફત 9,000 ઘર બાંધવાનો પ્રસ્તાવ શુક્રવારે પાલિકાની સુધાર સમિતિમાં બહુમતીએ મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં પાંચસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ પાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસે કર્યો છે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં શિવસેના અને કોંગ્રેસ સાથે હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાની સત્તાધારી પાર્ટી શિવસેના સામે કરોડો રૂપિયાના કૌભાંડનો કોંગ્રેસે આરોપ કરતા ખળભળાટ મચી ગયો હતો.

વાહ!!! મુંબઈના હોટસ્પોટ રહેલા આ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકેય કેસ ના નોંધાયો.જાણો વિગત

કોસ્ટલ રોડ, મીઠી અને અન્ય નદીઓના પુનર્જીવિત કરવાના પ્રોજેક્ટ, નાળા, રસ્તા પહોળા કરવા જેવા વિકાસના કામ દરમિયાન અસરગ્રસ્ત થનારા લોકોનું પુનવર્સન કરવામાં આવે છે. ભવિષ્યમાં આવા પ્રોજેક્ટ અમલમાં મૂકતા સમયે ઘરની અછત નિર્માણ થઈ શકે છે. તેથી પાલિકાએ દરેક ઝોનમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તો માટે ધર ઉપલબ્ધ કરવા માંગે છે. તે મુજબ મુલુંડ(પૂર્વ)માં 7439 અને ભાંડુપ(વેસ્ટ)માં 1093 ઘર બાંધવા માટે જમીન સંપાદન કરવાની છે.

જમીન સંપાદનને લગતો પ્રસ્તાવ શુક્રવારે સ્થાયી સમિતિમા આવ્યો હતો. આ પ્રસ્તાવ પર વિરોધ પક્ષને બોલવા નહીં દેતા સત્તાધારીએ પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. સંપાદિત કરવામા આવવાનો જમીન પ્લોટ રિઝર્વ છે. તે માટે સરકારની મંજૂરી લેવામાં આવી નથી. તેથી ઉતાવળમાં પ્રસ્તાવ મંજૂર કેમ કરવામાં આવી રહ્યો છે એવા સવાલ સાથે  આ પ્રસ્તાવમાં કૌભાંડ હોવાનો આરોપ કોંગ્રેસે કર્યો હતો.

આ પ્લોટ પર દવાખાનું, આરોગ્ય કેન્દ્ર, રમતગમતનું મેદાન, સ્કૂલ, પાલિકાની ચોકી જેવા રિઝર્વેશન છે. ડેવલપમેન્ટ પ્લાનિંગ ડ્રાફ્ટ 2034 મંજૂર કરતા સમયે આ પ્લોટના રિઝર્વેશનને બાકાત રાખવામાં આવ્યું હતું. આ બાકાત રાખવામાં આવેલા પ્લોટને સરકારની મંજૂરી મળી નથી. આ પ્લોટ નિવાસી પટ્ટામાં છે. ગૃહ નિર્માણ પ્રોજેક્ટ માટે કાયદેસર મંજુરી લેવી પડવાની છે.

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Exit mobile version