Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાને રાહત! મુંબઈમાં ઓસરી ગઈ ત્રીજી લહેર? આજે કોરોનાના નવા દર્દીની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક બમણો… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Channel

સોમવાર

માયાનગરી મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં નવા નોંધાયેલા કોરોના દર્દીઓની તુલનામાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના મુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. આજે પણ મુંબઈમાં 1,160 નવા દર્દીઓ મળી આવ્યા છે અને 2,530 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. 

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના   1,160 નવા કેસ આવ્યા તેમજ 10 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,045,630 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,612 થઈ ગયો છે. આ દરમિયાન 2,530 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે  10,15,451 પર પહોંચી ગઈ છે. તેથી, હાલમાં મુંબઈનો રિકવરી રેટ 97 ટકા છે.

મુંબઈમાં ગુરુવારે 46,307 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1,160 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 160 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. આજે મળી આવેલા નવા દર્દીઓમાંથી 1,009 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 37 હજાર 573 બેડમાંથી માત્ર 2,268 બેડ નો ઉપયોગ થયો છે. 

શહેરમાં 8 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 10,797 સક્રિય કેસ છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 375 દિવસ થયો છે. 

IIT Bombay Student Suicide Case IIT બોમ્બેના ડીન પદેથી હટાવાયા બાદ પ્રો. દુલ્લાને ફરજિયાત રજા પર મોકલાયા; સાહિલના ફોનમાંથી બહાર આવશે આખરી કલાકોનું સત્ય?
Bullet Train Project Movable Crossing Tech ૩૨૦ કિમીની ઝડપે પણ નહીં લાગે ઝટકો! મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં આ અદ્યતન ટ્રેક ટેકનોલોજી લાગુ
Gallops Restaurant Licence Suspended લક્ઝરી ડાઇનિંગના નામે ગંદકીનો ખેલ સાઉથ મુંબઈની આઈકોનિક ‘ગેલોપ્સ’ રેસ્ટોરન્ટ પર એફડીએની કાર્યવાહી…
Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Exit mobile version