Site icon

મુંબઈમાં જુદા જુદા કામને આડે આવી રહેલા આટલા વૃક્ષોની થશે કતલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

એક તરફ પર્યાવરણનું જતન કરવા વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની વાતો થતી હોય છે. તો બીજી તરફ વિકાસના કામને આડે આવી રહેલા વૃક્ષોની નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. મુંબઈમાં જુદા જુદા પ્રોજેક્ટને આડે આવી રહેલા વૃક્ષોને કાપવામાં આવવાના છે. પાલિકાની ટ્રી ઓથોરિટીની બેઠકમાં શુક્રવારે તેનો લગતો પ્રસ્તાવ મંજૂરી માટે આવવાનો છે.

છેલ્લા પાલિકાની ટ્રી ઓથોરિટીની બેઠક ગયા વર્ષે ઑક્ટોબરમાં થઈ હતી. પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે તબિયત સારી ન હોવાનું કારણ આગળ કરીને ગયા શુક્રવારની મીટીંગ રદ્દ કર્રી હતી. ત્યારબાદ હવે  આવતી કાલે પહેલી વખત યોજાશે. બેઠકમાં 18 પ્રસ્તાવ પર ચર્ચા થશે, જેમાં 3,238 વૃક્ષોમાંથી 607 વૃક્ષો કાપીને 647 વૃક્ષોનું પુન-રોપણ માટે મંજૂરી માંગવામાં આવી છે.

કોના બાપની દિવાળી? પુલોના સમારકામનો ખર્ચ આટલા કરોડથી વધી ગયો; જાણો વિગત

મુંબઈ મેટ્રો રેલવે પ્રોજેક્ટ, વેસ્ટર્ન રેલ્વે, ખાનગી ઈમારતોના બાંધકામ જેવા વિવિધ વિકાસ કાર્યોમાં 607 જેટલા વૃક્ષો કાપવામાં આવશે અને 647 વૃક્ષોનું પુનઃપ્લાન કરવામાં આવશે. ભાંડુપમાં ઉષા નગર નાળાના બાંધકામ માટે 175 વૃક્ષોમાંથી 155 વૃક્ષો  કાપવામાં આવવાના છે.

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version