ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમ માર્ચ 2020થી કોરોનાના ચેપ ફેલાયો હતો. કોરોનાની બે લહેર બાદ હવે ત્રીજી લહેરનું સંકટ મુંબઈગરાના માથે છવાયેલું છે. તેનો સામનો કરવા માટે ફરી એક વખત મુંબઈ મહાનગરપાલિકા સજ્જ થઈ ગઈ છે. ત્યારે છેલ્લા 21 મહિનામાં કોરોનાને કારણે પાલિકાના જુદા જુદા ખાતાના 259 અધિકારી, કર્મચારી, ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારીઓના કોવિડથી મોત થયા છે.
પાલિકાના જણાવ્યા મુજબ 259માંથી 222 કર્મચારી, અધિકારીઓના મૃત્યુના સર્ટિફિકેટ ઉપલબ્ધ થયા છે. બાકીના 37 મૃત અધિકારી કર્મચારીઓના મોત કોવિડથી થયા હોવાનું પુરવાર થવાનું બાકી છે.
જેનો ડર હતો એ જ થયું! મુંબઈના ધારાવી માં ઘુસી ગયો કોરોના; આ છે આજના તાજા આંકડા
અત્યાર સુધી પાલિકાના 7,068 અધિકારી, કર્મચારીઓને કોવિડનો ચેપ લાગ્યો હતો, તેમાંથી 6,529 અધિકારી, કર્મચારીઓ સુરક્ષિત રીતે કોરોનાથી સાજા થઈ ગયા હતા. હાલ 280 કર્મચારી, અધિકારી સારવાર લઈ રહ્યા છે.
