ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
બેસ્ટ ઉપક્રમના 66 કર્મચારી અને અધિકારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. જોકે આ 66 માંથી છ કર્મચારી યોગ્ય સારવાર બાદ હોસ્પિટલમાં કોવિડ મુક્ત થઈ ઘરે પાછા ફર્યા છે. અન્ય કર્મચારી અને દર્દી પર સારવાર ચાલી રહી છે
બેસ્ટ ઉપક્રમના પ્રવકતાના જણાવ્યા મુજબ બેસ્ટના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં બસ ડ્રાઈવર, કંડકટર સહિતના કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેને કારણે ફરી બેસ્ટના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગયા વર્ષના ઓક્ટોબર સુધી બેસ્ટમાં કામ કરતા 33,000 કર્મચારી,અધિકારીમાંથી 3,561 કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે યોગ્ય સારવાર બાદ 3,435 કર્મચારી, અધિકારીઓએ કોરોનાને માત આપી હતી. તો 97 કર્મચારીઓના બદનસીબે મૃત્યુ થયા હતા.
મુંબઈમાં કોરોના રોકવા BMCએ બહાર પાડી નવી માર્ગદર્શિકા, હવે સોસાયટીમાં આટલા દર્દી મળશે તો બિલ્ડીંગ થશે સીલ; જાણો વિગતે
બેસ્ટ ઉપક્રમે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી 50 કરોડ રૂપિયા લઈને કોરોના યોદ્ધા જાહેર થયેલા 97 અધિકારી, કર્મચારી અને તેમના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. તો બેસ્ટના 78 મૃત અધિકારી, કર્મચારીઓને નોકરી આપી હતી.