Site icon

બુલેટ પાટે ચઢી- અંડર ગ્રાઉન્ડ સ્ટેશન માટે સોનાની લગડી ગણાતી અહીંની જમીન કેન્દ્ર સરકારને હવાલે

 News Continuous Bureau | Mumbai

મુંબઈના બાંદ્રા-કુર્લા સંકુલ(BKC)ની જમીનને ભાજપ સરકારના(BJP Govt) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન(Mumbai-Ahmedabad bullet train) માટે ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો MMRDA ઓથોરિટીએ લીધો છે. સોનાની લગડી જેવી ગણાતી 5.65 હેકટર જમીન કેન્દ્ર સરકારને(Central Govt) હવાલે કરવામાં આવી છે. આ જગ્યાની કિંમત 10 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

MMRDAએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet Train Project) માટે BAKCમાં આવી 5.65 હેક્ટર વ્યૂહાત્મક જમીન (Strategic land) ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં શિંદે-ફડણવીસની સરકાર(Shinde-Fadnavis government) આવી ત્યારથી બુલેટ ટ્રેનની સીટોના ટ્રાન્સફરમાં ઝડપ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટનો ઠાકરે સરકારે (Thackeray Govt) જોરદાર વિરોધ કર્યો હતો.

BKCની આ જગ્યા ખૂબ જ વ્યૂહાત્મક હોવાથી આ જગ્યાની કિંમત લગભગ 10 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આથી આ અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અહીં બુલેટ ટ્રેનનું કામ શરૂ થશે તેવી માહિતી મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ગણેશોત્સવમાં પણ રાજકારણ- કલ્યાણના આ સાર્વજનિક ગણેશ મંડળ સામે પોલીસની કાર્યવાહી

બીકેસીની આ જગ્યા આંતરરાષ્ટ્રીય વિત્તીય સેવા કેન્દ્ર(International Financial Services Centre) ઊભું કરવા માટે આરક્ષિત કરવામાં આવી હતી. બુલેટ ટ્રેનના ફક્ત ચાર સ્ટેશન રાજ્યમાં આવતા હોવા છતાં આ મોકાની જગ્યા આપવા સામે આઘાડી સરકારનો(Aghadi Government) વિરોધ હતો. 2018ની સાલમાં રાજ્ય સરકારે(State Govt) આંતરરાષ્ટ્રીય વિત્તીય કેન્દ્ર માટે 4.2 હેકટરની જગ્યા કેન્દ્ર સરકારને સોંપી હતી. આ બુલેટ ટ્રેનના અંડર ગ્રાઉન્ડ સ્ટેશન(Underground station) પર હવે આ આંતરરાષ્ટ્રીય વિત્તીય કેન્દ્રની ઈમારત ઊભી કરવામાં આવવાની છે. તે માટે સ્ટેશનના ડીઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં સત્તા પરિવર્તન થયા બાદ તુરંત 5.65 હેકટર જગ્યા ગુરુવારે કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવી હતી. તેમાંથી 0.66 હેકટર જગ્યા કાયમી સ્વરૂપે તો 0.81 હેકટર જગ્યા તાત્પૂરતા સમય માટે આપવામાં આવી છે.
 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version