મુંબઈગરાના માથા પર રહેલું પાણીકાપનું સંકટ દૂર થવાના આરે છે
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે, થાણે જિલ્લામાં આવેલા મોડકસાગર અને તાનસા બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.
આથી હવે મુંબઈમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો સંગ્રહ થયો છે.
મોડકસાગર ડેમમાં 128.925 અને તાનસા ડેમમાં પાણીનો સ્ટોક 143.652 જમા થયો છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈને પ્રતિદિન 3,750 મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે છે.
