ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 જૂન 2021
શુક્રવાર
નવી મુંબઈ મહાનગરપાલિકાએ કોરોનાના નિયમો માટે એક ગાઇડલાઇન બહાર પાડી છે. આ ગાઇડલાઇન મુજબ વેપારી સંસ્થાનોને કોરોનાના નિયમનું કડક રીતે પાલન કરવું પડશે. જે કોઈ કોરોના નિયમભંગ બદલ પકડાય તેને દંડ કરવામાં આવશે. જો બીજી વખત એ જગ્યાએ નિયમભંગ થતો જણાયો હતો તો એ વેપારી સંસ્થાનને સાત દિવસ માટે બંધ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ દુકાનોએ રાત્રે 10 વાગ્યે બંધ થઈ જવું પડશે.
નવી મુંબઈ મહાનગરપાલિકાએ પહેલી વખત નિયમભંગ માટે ૧૦ હજાર રૂ.નો દંડ કર્યો છે જ્યારે કે બીજી વખત પકડાય તો સાત દિવસ સુધી દુકાન બંધ અને ત્રીજી વખત પકડાય તો કોરોના જાય નહીં ત્યાં સુધી દુકાન બંધ રહેશે.
ભાંડુપ માં બે સ્ત્રીઓ ગટરમાં પડતા બચી ગઈ, વિડિયો સીસીટીવીમાં કેદ. જુઓ વિડિયો
નવી મુંબઈ મહાનગરપાલિકાના આ કાયદાને કારણે વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે, પરંતુ સવાલ એ છે કે જો મુંબઈ મહાનગરપાલિકા આ કાયદાને મુંબઈમાં લાવશે તો વેપારીઓનું શું થશે?