ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન 2021
સોમવાર
મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં વૃક્ષોને કાપી નાખનારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. લોઅર પરેલમાં એક મૉલ નજીકની ફૂટપાથને અડીને આવેલાં વૃક્ષો લગભગ 20 ફૂટ ઊંચાં હતાં. પરંતુ એને કાપીને છ ફૂટનાં કરી નાખવામાં આવ્યાં હોવાની શરમજનક ઘટના બની હતી. રસ્તાને અડીને બસ પાર્ક કરવામાં આવી હોવાથી આ બાબત જલદી કોઈના ધ્યાનમાં આવી નહોતી. વૃક્ષો કાપી નખાયા બાદ ભાજપે એવો આરોપ કર્યો હતો કે વિશાળ વૃક્ષોને કારણે રસ્તા પર રહેલા કૉમર્શિયલ હૉર્ડિંગ્સ લોકોને દેખાતાં નહોતાં. એથી આ વૃક્ષોનો સફાયો બોલાવી દેવાયો હતો.
વૃક્ષોને કાપી નાખવાના બનાવ બાદ ભાજપે પાલિકાના સંબંધિત અધિકારી સામે પગલાં લેવાની માગણી પણ કરી હતી.
