Site icon News Continuous Bureau | Mumbai

ચારકોપ બાદ મુંબઈના આ વિસ્તારમાં સ્થિત એક રેસિડેન્સીયલ બિલ્ડીંગમાં લિફ્ટ તૂટી પડી-દુઘટર્નામાં 16 વર્ષની છોકરીનું થયું મોત

News Continuous Bureau | Mumbai

મુંબઈના ચારકોપ(Charkop) બાદ હવે માનખુર્દ(Mankhurd) વિસ્તારમાં સ્થિત એક રેસિડેન્સીયલ બિલ્ડીંગમાં (residential building) લિફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ દુઘટર્નામાં સંતાકૂકડી રમતી(Playing hide-and-seek) 16 વર્ષની છોકરીનું કરૂણ મોત નીપજ્યું છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ, 16 વર્ષની છોકરી માનખુર્દની એક સોસાયટીમાં રહેતી તેની દાદીના ઘરે ગઈ હતી. તે અહીં સોસાયટીમાં તેના મિત્રો સાથે સંતાકૂકડીની રમત રમી રહી હતી  રમતમાં, જ્યારે છોકરીનો તેના મિત્રોને શોધવાનો વારો આવ્યો, ત્યારે તેણે એક બારીમાંથી ડોકિયું કર્યું, બરોબર તે જ સમયે લિફ્ટ ઉપરથી આવી અને સીધી તેના માથા પર પડી. લિફ્ટ પડતાંની સાથે જ બાળકીએ ચીસ પાડી. તેનો અવાજ સાંભળીને તેની સાથે રમતા બાળકોએ જોયું અને પરિવારજનોને જણાવ્યું. જે બાદ લોકો ગંભીર રીતે ઘાયલ બાળકીને લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના ચારકોપ વિસ્તારમાં લિફ્ટ તૂટી પડવાને કારણે એક મહિલાનું મૃત્યુ
 
હાલ માનખુર્દ પોલીસે મૃતક યુવતીના પરિવારજનો વિરુદ્ધ કેસ નોંધીને સોસાયટીના બે લોકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે.

Vile Parle Marble Trader Fraud વિલેપાર્લે પૂર્વમાં માર્બલના વેપારીને ₹20 લાખનો ચૂનો, ક્રેડિટ સોસાયટીના ચેરમેન સામે પોલીસ ફરિયાદ
BMC Demolition Drive બીએમસીની મોટી કાર્યવાહી નાહર નગર રોડ પહોળો કરવા ૧૭ અવરોધરૂપ બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
Mumbai Wedding Economy Boom 2026 લગ્નસરાની સિઝનમાં મુંબઈનું અર્થતંત્ર વેગ પકડશે 2 લાખ લગ્નોથી ₹1.20 લાખ કરોડના કારોબારનું અનુમાન
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Exit mobile version