Site icon

છેવટે નામકરણ થયું!!! હવે આ નામે ઓળખાશે રાણીબાગમાં પેંગ્વિન અને વાઘના બચ્ચા ,જુઓ તસવીરો અને વિડિઓ .

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022

મંગળવાર.

લાંબા સમય પહેલા ભાયખલા માં આવેલા વીરમાતા જીજાબાઇ ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય જન્મેલા પૅંગ્વિન અને વાઘના બચ્ચા નું નામકરણ રખડી પડયું હતું. છેવટે મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનને તેના નામકરણ કરવાનો સમય મળ્યો હતો. રાણીબાગમાં જન્મેલા પૅંગ્વિનના બચ્ચા અને વાઘના બચ્ચાનું આજે ધૂમધામપૂર્વક નામકરણ સંપન્ન થયું હતું.

મુંબઈના મેયર કિશોરી પેડણેકરના હસ્તે આજે પ્રાણીબાગમાં થ્રીડી ઓડિટોરિયમાં નામકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 19 ઓગસ્ટ 2021માં જન્મેલા પૅંગ્વિનના બચ્ચાનું નામ ‘ઓસ્કાર’ રાખવામાં આવ્યું હતું. 

 

તો લગભગ 15 વર્ષ બાદ રાણીબાગમાં બેંગાલ ટાઈગરની જોડી બે વર્ષ પહેલા લાવવામાં આવી હતી. આ જોડીએ 14 નવેમ્બર 2021માં બચ્ચાને જન્મ આપ્યો હતો. માદા બચ્ચાનું ‘વામ વીરા’ રાખવામાં આવ્યું છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સ્કૂલ કયારે ખુલશે? રાજેશ ટોપેએ કહી દીધી મહત્વની વાત. જાણો વિગત

બેંગાલ વાઘની જોડીનું નામ કરિશ્મા અને શક્તિ છે. વીરા હજી નાનું બાળક હોવાથી રાણીબાગના પર્યટકો તેને જોઈ શકશે નહીં.
રાણીબાગના પૅંગ્વિન કક્ષમાં ઓગસ્ટમાં જન્મેલા બાળકની સાથે જ હવે પૅંગ્વિનની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે. જેમાં પાંચ નર અને ચાર માદા છે.

 

 

 

Exit mobile version