ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈ શહેરના દાદર વિસ્તારમાં હવે વાતાવરણ ગરમ થવા માંડ્યું છે. નારાયણ રાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે આક્ષેપ જનક વક્તવ્ય આપ્યા બાદ દાદર પૂર્વ ભાગના સ્થાનિક શિવસેના નગરસેવક અમય ઘોલે એ નારાયણ રાણેની વિરુદ્ધમાં એક આક્ષેપ જનક બેનર લગાડ્યું છે. આ બેનરમાં નારાયણ રાણેને કોમડી ચોર એટલે કે મુરઘી ચોર કહેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેના સમર્થકો શિવસેના સાથે રસ્તા પર લડવા માટે તૈયાર છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકા નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને રસ્તા પર મારામારી થશે એ વાત નક્કી છે.