Site icon

નવી મુંબઈના આ વિસ્તારમાં આવેલા વેરહાઉસમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી; જુઓ વિડીયો, જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

નવી મુંબઈના મહાપે MIDCમાં એક ગોડાઉનમાં આગ લાગી હતી. ઈંધણ લીક થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે.અહીં નજીકથી પેટ્રોલ-ડીઝલની લાઈન પસાર થઈ રહી છે અને તેમાંથી ઈંધણ લીકેજ થવાની શક્યતા છે.જો કે આગના કારણે આ ઈંધણની પાઈપલાઈન પણ જોખમમાં છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ અને ભારત પેટ્રોલિયમની રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

મળતી જાણકારી મુજબ આગ લાગવાની ઘટના નવી મુંબઈના શીલ ફાટા વિસ્તારના અડવાલી ભૂતવાલી ગામ પાસે બની છે. આ ગામની નજીકમાં આવેલા મહાપે MIDC ખાતેના એક વેરહાઉસમાં આગ લાગી છે. વેરહાઉસમાં લાગેલી આગ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી સુધી ફેલાઈ હોવાનું માનવામાં આવે છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ સમાચાર પણ વાંચો : સાંતાક્રુઝની આ સ્કૂલના બસ ડ્રાઈવરે વાલીઓના જીવ કરી નાખ્યા અધ્ધરતાલ, આટલા કલાકે ભાળ મળી વિદ્યાર્થીઓની; જાણો શું છે સમગ્ર મામલો

હાલ ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. તે સિવાય ભારત પેટ્રોલિયમ અને સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજી સુધી આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે વેરહાઉસમાં આગ લાગવાથી મોટું આર્થિક નુકસાન થયું છે. દરમિયાન વેરહાઉસની આજુબાજુમાં પેટ્રોલ-ડીઝલની લાઇન હોવાથી આ વિસ્તારમાં આગ લાગવાની આશંકા સેવાઇ રહી છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version