Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયારી શરુ, નવી મુંબઈ મહાનગરપાલિકાએ આ લેબમાં કોવિડ પરીક્ષણ ક્ષમતામાં વધારો કર્યો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર. 

કોરોનાના ત્રીજી લહેરના ખતરાને જોતાં નવી મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

આ તૈયારી અંતર્ગત, મહાનગરપાલિકાએ કોરોના ટેસ્ટ વધારવા માટે નેરુલમાં RT-PCR લેબનું વિસ્તરણ કર્યું છે.  

આ વિસ્તરણ સાથે, લેબમાં નમૂનાઓના પરીક્ષણમાં 2000 નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે આ લેબમાં દરરોજ 5000 નમૂનાઓનું પરીક્ષણ શક્ય બનશે. 

ઉલ્લેખનીય છે કે  RT-PCR લેબ 4 ઓગસ્ટ 2020 ના રોજ નેરુલ, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત હોસ્પિટલમાં સરકારની પરવાનગી થી શરૂ કરવામાં આવી હતી. 

આ લેબમાં કોરોનાની પ્રથમ અને બીજા લહેર દરમિયાન, 30 ઓક્ટોબર 2021 સુધી 6 લાખ 36 હજાર 73 નમૂનાઓનું RT-PCR પરીક્ષણ મફતમાં કરવામાં આવ્યું હતું.

પંજાબના રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ: કૉંગ્રેસમાંથી રાજીનામું આપવાની સાથે કેપ્ટન અમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી, રાખ્યું આ નામ

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version