Site icon News Continuous Bureau | Mumbai

નવી મુંબઈના આંદોલન કરનારા 20,000 લોકોના વિરોધમાં ગુનો નોંધાયો, પરંતુ મરાઠા આંદોલનમાં સામેલ થનારા અજિત પવાર વિરુદ્ધ કોઈ પગલાં નહીં, આવું કેમ? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

નવી મુંબઈમાં બની રહેલા ઍરપૉર્ટને દિના બામા પાટીલનું નામ આપવાની માગણી સાથે 24 જૂને આંદોલન કરવાના પ્રકરણમાં આયોજક સહિત 20,000 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુરુવારી CBDમાં સિડકો ઑફિસ સામે આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં નવી મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આંદોલનને પોલીસની મંજૂરી નહોતી તેમ જ આંદોલનના પ્રમુખ સહિત મુખ્ય નેતાઓને નોટિસ પણ મોકલવામાં આવી હતી. છતાં તેઓએ આંદોલન કર્યું હતું. એથી પોલીસે આયોજક સહિત લગભગ 20,000 લોકો સામે ગુનો નોંધી દીધો છે.

જ્યાં વાયુપ્રદૂષણ વધારે ત્યાં કોરોના વધારે, આ રિપૉર્ટને કારણે નિમ્ન લિખિત શહેરો ખતરામાં આવ્યાં;જાણો વિગત

જોકે સરકારના બેવડાં ધોરણો સામે આંદોલનકારીઓએ ભારે વિરોધ દર્શાવ્યો છે. ઍરપૉર્ટના નામને લઈને કરવામાં આવેલા આંદોલનમાં ભાગ લેનારા સામે ગુનો નોંધવામાં આવે છે, તો પછી મરાઠા આંદોલનમાં ભાગ લેનારા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સામે કેમ ગુનો નોંધવામાં આવ્યો નહોતો ? એવો સવાલ આંદોલનકારીએ કર્યો છે.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version