Site icon

નવી મુંબઈ મહાનગરપાલિકાની ચેતવણી : આરોગ્ય કર્મચારીને ફરજ બજાવતાં રોક્યા તો હાઉસિંગ સોસાયટીને ભરવો પડશે આટલો દંડ, કાયદેસર પગલાં પણ લેવાશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

સતત પડી રહેલા વરસાદને પગલે ડેન્ગ્યુ-મલેરિયાના પ્રકોપ વધી રહ્યા છે. એથી નવી મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીઓ ઠેરઠેર મચ્છરોના હૉટ સ્પૉટ શોધીને એનો નાશ કરી રહી છે, પરંતુ મોટી હાઉસિંગ સોસાયટીઓ આરોગ્ય કર્મચારીઓને તેમની સોસાયટીમાં પ્રવેશતાં રોકી રહી છે, ત્યારે આરોગ્ય કર્મચારીઓને તેમની ફરજ બજાવતાં રોકનારી સોસાયટી સામે આકરાં પગલાં  લેવામાં આવશે એવી ચેતવણી નવી મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને આપી છે. એમાં 50,000 રૂપિયા સુધીનો દંડ તેમ  જ કાયદેસરનાં પગલાંનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.

શૉકિંગ! દિનદહાડે બોરીવલીમાં પાલિકાના અધિકારી પર ફાયરિંગ; જાણો વિગત

નવી મુંબઈમાં છેલ્લા 15 દિવસમાં  મચ્છરજન્ય કહેવાતા ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે.  ડેન્ગ્યુના જ શંકાસ્પદ 288 કેસ નોંધાયા છે. એથી પાલિકા પ્રશાસન એલર્ટ થઈ ગઈ છે. તાજેતરમાં પાલિકાના આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી. એમાં શંકાસ્પદ દર્દીના ઘરની આજુબાજુના વિસ્તારમાં રોગ ફેલાતો અટકાવવા માટે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. તેમ જ જુદા જુદા વિસ્તારોમાં ફરીને મચ્છરોના ઉદ્ભવ સ્થળનો નાશ કરવાનો તેમ જ જંતુનાશક દવાનો છંટકાવ કરવા જેવા નિર્ણય લેવામાં આવ્યા હતા. જોકે અનેક મોટી હાઉસિંગ સોસાયટી તથા સંસ્થાનો પાલિકાના આરોગ્ય કર્મચારીઓને તેમના પરિસરમાં પ્રવેશ આપતી ન હોવાની ફરિયાદો આવી હતી. એથી આરોગ્ય કર્મચારીઓને તેમના પરિસરમાં પ્રવેશ કરતાં રોકનારી હાઉસિંગ સોસાયટીઓને 50,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. તેમ જ કાયદાકીય પગલાંનો પણ સામનો કરવો પડશે એવી પાલિકા પ્રશાસને ચેતવણી આપી છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version