ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
દેશમાં ઘાતક કોરોના વાયરસના ઓમિક્રોન પ્રકારનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર આજે નવી મુંબઈના ઘણસોલીમાં એક શાળાના 16 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે.
આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 8 થી 11માં અભ્યાસ કરે છે. હાલ તેમને સ્થાનિક કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ વહીવટીતંત્ર દોડતુ થયું છે.
કહેવામાં આવી રહ્યું છે કે 650 વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં 16 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ શાળામાં ભણતા એક વિદ્યાર્થીના પિતા 9 ડિસેમ્બરે કતારથી પરત ફર્યા હતા. તે ઘણસોલીના ગોથીવલી ખાતે તેના પરિવાર સાથે રહે છે અને તેનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ જ્યારે તેના પરિવારની તપાસ કરવામાં આવી ત્યારે શાળામાં ધોરણ 11મા ભણતો તેનો પુત્ર ચેપગ્રસ્ત જણાયો હતો.