Site icon

Navi Mumbai: ફેમસ થવાની ઘેલછા જીવલેણ સાબિત થઈ, ટ્રેનના ઉપર ચડીને કિશોર બનાવી રહ્યો હતો રીલ; મળ્યું મોત..

Navi Mumbai:નેરુલ રેલવે સ્ટેશન પર ટ્રેનના ઉપર ચડીને રીલ બનાવતો કિશોર હાઇ-વોલ્ટેજ કેબલના સંપર્કમાં આવી ગયો, 60% બર્ન સાથે મોત

Navi Mumbai Teen Filming Reel on Train Dies After Accidentally Touching Live Electric Cable

Navi Mumbai Teen Filming Reel on Train Dies After Accidentally Touching Live Electric Cable

 News Continuous Bureau | Mumbai

Navi Mumbai: નેરુલ રેલ્વે સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેન પર ચઢીને સોશિયલ મીડિયા માટે ‘રીલ’ બનાવવી એ યુવક માટે જીવલેણ સાબિત થયું. વીડિયો બનાવતી વખતે છોકરાને વીજ કરંટ લાગ્યો. 16 વર્ષનો કિશોર ખરાબ રીતે દાઝી ગયો અને પીડાથી કણસવા લાગ્યો. કેટલાક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.

Join Our WhatsApp Community

Navi Mumbai: રીલ બનાવવા માટે નેરુલ રેલ્વે સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનના ડબ્બા પર ચડી ગયો

વાસ્તવમાં ગત 6 જુલાઈ 2025ના રોજ નવી મુંબઈના નેરુલ રેલવે સ્ટેશન પર 16 વર્ષીય યુવક પોતાના મિત્રો સાથે   રીલ બનાવવા માટે નેરુલ રેલ્વે સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનના ડબ્બા પર ચડી ગયો. રીલ શૂટ કરતી વખતે તે હાઇ-પાવર ઓવરહેડ કેબલના સંપર્કમાં આવી ગયો અને તેને ભારે વીજળીનો ઝટકો લાગ્યો. આ ઝટકાથી તે ટ્રેન પરથી નીચે પડી ગયો અને તેને માથા સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ, તેમજ 60% જેટલો દાઝી ગયો.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics :શિવસેના પક્ષ અને ધનુષ્ય અને તીર કોનો છે?; સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે આપી આ તારીખ; જાણો આજે કોર્ટમાં શું થયું?

Navi Mumbai: છ દિવસ સુધી જીવ માટે કર્યો સંઘર્ષ 

તત્કાલ તેને નેરુલની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને પછી ઐરોલી બર્ન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. છ દિવસ સુધી જીવ માટે સંઘર્ષ કર્યા બાદ શનિવારે રાત્રે તેનું દુઃખદ અવસાન થયું. પોલીસ દ્વારા આ ઘટનાને અકસ્માતી મોત તરીકે નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.  ઘટના યુવાનોમાં વધતી સોશિયલ મીડિયા ઘેલછા અને જોખમભરી પ્રવૃત્તિઓ સામે જાગૃતિ લાવવાની જરૂરિયાત દર્શાવે છે.

Mumbai Local: મુંબઈ લોકલ બન્યું હોસ્પિટલ: વીડિયો કૉલ પર યુવકે ડૉક્ટરની ભૂમિકા ભજવી, સોશિયલ મીડિયા પર બન્યો ‘રિયલ હીરો’
Mumbai Metro 3: મુંબઈ મેટ્રો 3 યુઝર્સ માટે ભેટ: હવે સ્ટેશનો પર ફ્રી Wi-Fi, ટાવરની સમસ્યા થશે દૂર
Cyber ​​Fraud: મુંબઈમાં ઠગાઈનો મેગા કેસ, વ્યાપારી યુગલે ગુમાવ્યા અધધ આટલા કરોડ, સાયબર સેલની ઊંઘ હરામ
Babu Ayan Khan: ગુરુ મા નકલી, સંપત્તિ અસલી: બનાવટી દસ્તાવેજોથી મુંબઈમાં કર્યું રાજ, બાંગ્લાદેશી મહિલાના ધનનો પર્દાફાશ
Exit mobile version