Site icon News Continuous Bureau | Mumbai

NCP નેતા નવાબ મલિકનો જેલવાસ લંબાશે- EDએ જામીનની અરજીનો કર્યો વિરોધ- આગળ ધર્યું આ કારણ 

News Continuous Bureau | Mumbai

લાંબા સમયથી જેલમાં બંધ રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા( NCP Leader) નવાબ મલિક (Nawab Malik) હજી લાંબા સમય માટે જેલમા જ રહેવું પડે એવું લાગે છે. તેમના દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજી સામે ફરી એક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(Enforcement Directorate) (ED) વિરોધ કર્યો છે.

Join Our WhatsApp Channel

NCP નેતા નવાબ મલિકની જામીન અરજી પર EDએ કોર્ટને જણાવ્યું હતું કે નવાબ મલિક દ્વારા દાવો કરાયેલ પાવર ઓફ એટર્ની(Power of Attorney) નકલી છે. એડિશનલ સોલિસિટર જનરલ(Additional Solicitor General) અનિલ સિંહે પીએમએલએ કોર્ટને(PMLA Court) જણાવ્યું હતું કે હસીના પારકર (Hasina Parkar) દ્વારા શરૂ કરાયેલ ટ્રાન્ઝેક્શન આતંકવા દ(Transaction Terrorism)  માટે લોજિસ્ટિક્સ હતું. બુધવારે નવાબ મલિકની જામીન અરજી પર સુનાવણી થઈ, ત્યારે EDએ તેની સામે જોરદાર વિરોધ કર્યો હતો.

આ સમાચાર  પણ વાંચો : વેસ્ટર્ન હાઈવે પર આ વિસ્તારમાં તૂટી પડ્યો બ્રિજનો સ્લેબ- મુંબઈગરા થયા પેનિક

એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે પીએમએલએ કોર્ટને જણાવ્યું હતું કે નવાબ મલિકે કોર્ટ સમક્ષ જે પાવર ઑફ એટર્નીનો ઉલ્લેખ કર્યો હતો તેના પર મુનીરા પ્લમ્બરે ક્યારેય હસ્તાક્ષર કર્યા નથી. જેથી તે પાવર ઓફ એટર્ની બો ગસ છે. નવાબ મલિકના 'ડી-કંપની' સાથે કનેક્શન હતા. દાઉદની(Dawood)    બહેન હસીના પારકર મુંબઈમાં 'ડી-કંપની'ના ત મામ કામકાજ જોતી હતી. તેથી કુર્લા ગોવાલા કમ્પાઉન્ડ નો(Kurla Gowala Compound)   આ વ્યવહાર તેની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. તેથી, આ કે    આતંકવાદી સંગઠનને(terrorist organization)  સીધો ટેરર ફંડીંગ નો(Terror Funding)  હો વાની દલીલ કરીને નવાબ મલિકને જામીન ન આપવા જોઈએ એવી માગણી કરી હતી. 

ED વતી દલીલો પૂરી થઈ ગઈ છે અને હવે આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. આ સુનાવણીમાં મલિકના વકીલ અમિત દેસાઈ જામીન માટે દલીલ કરશે.
 

Mumbai Lalbaugcha Rajaલાલબાગના રાજા નું પાદપૂજન સંપન્ન; આજથી મૂર્તિ નિર્માણના કામનો થયો શુભારંભ..
Facebook Cyber Fraud India। ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ પડી મોંઘી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ૬૨ વર્ષીય વેપારી સાથે ₹૧૫ લાખની ઠગાઈ
Mumbai Water Tanker Strike| મુંબઈમાં જળ સંકટ ઘેરૂં બન્યું પાણીના ટેન્કરોની અચોક્કસ મુદતની હડતાળથી હાઉસિંગ સોસાયટીઓ અને રેલવે મુશ્કેલીમાં
Mumbai Police Fugitive Arrest। ૧૯ વર્ષથી પોલીસને થાપ આપતો ફરાર આરોપી આખરે ખાર પોલીસના સકંજામાં, માહિમ દરગાહ પાસેથી ધરપકડ
Exit mobile version