Site icon News Continuous Bureau | Mumbai

એક જ માણસના બે-બે ધર્મ? : સમીર વાનખેડેના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટ પર અલગ અલગ ધર્મ, નવાબ મલિક નો નવો ધડાકો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 નવેમ્બર  2021 
ગુરુવાર.  

મુંબઈ ક્રુઝ પ્રકરણની તપાસ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ના મુંબઈ ઝોનલના ડિરેક્ટર સમીર વાનખેડેના ધર્મને લઈને દિવસેને દિવસે વિવાદ વધુ વકરી રહ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે સમીર વાનખેડેનું સ્કૂલ એડમિશન ફોર્મ અને પ્રાયમરી સ્કૂલ લિવિંગ સર્ટિફિકિટને જાહેર કર્યું હતું, જેમાં તેમનો ધર્મ મુસ્લિમ લખવામાં આવ્યો છે.  આ અગાઉ પણ નવાબ મલિકે સમીર વાનખેડેએ બોગસ સર્ટિફિકેટ થી સરકારી નોકરી મેળવી હોવાનો આરોપ કરી ચૂક્યા છે. 

Join Our WhatsApp Channel

સ્વેટરની સીઝનમાં રેઈનકોટ કાઢી રાખજો! મુંબઈ સહિત મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં આગામી ચાર થી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી; યેલો એલર્ટ જાહેર 

નવાબ મલિકે લિવિંગ સર્ટિફિકેટ બહાર પાડવાના થોડા કલાકોમાં જ સમીર વાનખેડેની પત્ની ક્રાંતી રેડેકરે પણ ટ્વીટર પર પોતાના પતિનું બર્થ સર્ટિફિકેટ જાહેર કર્યું હતું, જેમાં તેમનો ધર્મ હિંદુ લખવામાં આવ્યો હતો. જોકે ટવીટ કરવાના થોડી મિનિટોમાં જ તેમણે પોતાનું ટ્વીટ ડીલીટ કરી નાખ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિક સામે કોર્ટમાં 1.25 કરોડ રૂપિયાના વળતર સાથે માનહાનીનો દાવો કર્યો છે, તેની સામે નવાબ મલિકે હાઈ કોર્ટમાં બુધવારે સંબંધિત દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા હતા. સમીર વાનખેડેને લઈને દસ્તાવેજો પબ્લિક ડોમેન પર જાહેર કરવા પહેલા વિગતો તપાસી હતી કે એવા સવાલ કોર્ટે નવાબ મલિકને કર્યા હતા. એ સંબંધમાં તેમણે કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરીને કહ્યું હતું કે તેમની પાસે પૂરતા દસ્તાવેજો છે.

 

Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Exit mobile version