Site icon News Continuous Bureau | Mumbai

ગજબ કહેવાય!! મહિલાના કપડામાં છુપાવવામાં આવેલો આટલા કિલો ડ્રગ્સનો જથ્થો જપ્તઃ NCBએ માર્યો છાપો જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

 શનિવાર.

મુંબઈના અંધેરી વિસ્તારમાંથી 3.90 કિલો એફેડ્રિનનો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત સ્ટોક વિદેશમાં મોકલવાનો હતો. એફેડ્રિનનો સ્ટોક મહિલાએ કપડામાં છુપાવ્યો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB) લગભગ એક મહિના બાદ પ્રતિબંધિત ડ્રગ્સ સામે કાર્યવાહી કરી છે.

NCB ને મળેલી ટીપને આધારે આ છાપો મારવામાં આવ્યો હતો. NCB ના અધિકારીના કહેવા મુજબ  તેઓએ અંધેરીમાં એક કુરિયર કંપનીની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. ત્યારે જાણ થઈ હતી કે આ જ્થથો મહિલાઓના કપડાના બોક્સમાં સંતાડવામાં આવ્યો હતો. આ જથ્થો પુણેથી મંગાવવામાં આવ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવવાનો હોવાનુ તપાસમાં બહાર આવ્યું છે.

ગ્રાન્ટ રોડની હાઈરાઈઝ બિલ્ડિંગમાં અગ્નિ તાંડવ, અત્યાર સુધી 6 લોકોના મૃત્યુ; જાણો લેટેસ્ટ અપડેટ અહીં

 NCB ની ગયા વર્ષે ઓક્ટોબર સુધી સતત ડ્રગ્સ વિરોધી ટોળકી સામે કાર્યવાહી ચાલી રહી હતી. વર્ષ દરમિયાન 25 થી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. લગભગ 100 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NCB  મુંબઈના તત્કાલીન ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ઓક્ટોબરમાં આર્યન ખાનની ધરપકડ બાદથી વાનખેડે શંકાના દાયરામાં આવી ગયા બાદ NCBની તમામ કાર્યવાહી અટકી પડી હતી. હવે જોકે NCB ફરી સક્રિય થઈ ગયું છે.

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version