ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 28 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને વાનખેડે સામે કોઇપણ કાર્યવાહી કરતા પહેલા નોટીસ આપવી પડશે તેવો હુકમ કર્યો છે.
એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મુંબઇ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે જો તેમની સામે તપાસ ચાલે છે તો તે સીબીઆઇને સોંપવામાં આવે.
આ ઉપરાંત તેમણે વચગાળાના સમય સુધી સુરક્ષાની પણ માંગ કરી છે.
વાનખેડેએ આ અરજી મુંબઇ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી તપાસને લઇને કરી હતી.
કામના સમાચાર : આગામી મહિનામાં પૂરા 17 દિવસ બંધ રહેશે બૅન્ક! જાણી લો રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
