Site icon

શરદ પવાર મુંબઈનો તખ્તો ગોઠવી રહ્યા છે-બીએમસી ચૂંટણી માટે ફોર્મુલા પર કામે લાગ્યા-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) ની સરકારને તોડી પાડીને રાજ્યમાં સત્તા ગ્રહણ કરનારા ભાજપની(BJP) નજર હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Elections) પણ છે. મહારાષ્ટ્રની સત્તા ગુમાવ્યા બાદ હવે ભાજપને મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા કબ્જે કરતી રોકવા NCPના અધ્યક્ષ શરદ પવાર(Sharad pawar)  સક્રિય થઈ ગયા છે. મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ફોર્મુલા પર તેઓ અત્યાર જ કામ પર લાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા મેળવવા ભાજપ સહિત તમામ પક્ષો કામે લાગી ગયા છે. ત્યારે શિવસેના(Shivsena), કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની(NCP) બનેલી મહાવિકાસ આઘાડી સંયુક્ત રીતે પાલિકાની ચૂંટણી(Municipal elections) લડશે કે કેમ એવા સવાલો થઈ રહ્યા છે ત્યારે આ ગઠબંધન ચાલુ રાખવા અને ભવિષ્યમાં ચૂંટણી લડવાના પ્રશ્ન પર શરદ પવારે કહ્યું કે તેમની પાર્ટીમાં આ અંગે ચર્ચા થઈ નથી.

આ સમાચાર પણ વાંચો :  શિંદે-ફડણવીસની ત્રીજી કેબિનેટ મિટિંગ-ઠાકરે સરકાર દ્વારા  છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયને યથાવત રાખ્યો-જાણો વિગતે 

શરદ પવારે  કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીએ સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ તે મારો અંગત અભિપ્રાય છે..

નવી સરાકરને લઈને  એનસીપી અધ્યક્ષે કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યાને 15 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી માત્ર બે લોકો જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(Eknath shinde) અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) વહીવટ સંભાળી રહ્યા છે. કેબિનેટની રચનામાં(Cabinet composition) વિલંબ કેમ થઈ રહ્યો છે, તે જાણી શકાયું નથી. તેઓ માત્ર MVA સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને રદ કરવા માટે કામ કરી રહ્યા છે. આ એક સારું ઉદાહરણ નથી.
 

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version