Site icon News Continuous Bureau | Mumbai

NCP વિલીનીકરણ મામલો લટક્યો: શરદ પવાર અને સુપ્રિયા સુલેની આતુરતા વચ્ચે સુનેત્રા પવારે સાધ્યું મૌન, જાણો શું છે અજિત પવારના નિધન પછીનું નવું ગણિત

અજિત પવારના નિધન પછી NCPના બંને જૂથોના વિલીનીકરણ પર પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યું છે, જ્યાં એક તરફ પવાર પરિવાર એક થવા માંગે છે, તો બીજી તરફ વરિષ્ઠ નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે.

NCP Merger Delayed Sunetra Pawar Maintains Silence as Sharad and Supriya Push for Unity After Ajit Pawar's Demise

NCP Merger Delayed Sunetra Pawar Maintains Silence as Sharad and Supriya Push for Unity After Ajit Pawar's Demise

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન બાદ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના વિલીનીકરણનો મામલો હાલ પૂરતો અદ્ધરતાલ લટકી ગયો છે. નવી પરિસ્થિતિમાં શરદ પવાર અને સુપ્રિયા સુલે વિલીનીકરણ માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે, પરંતુ અજિત પવારના પરિવારના સભ્યો, ખાસ કરીને ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારે આ મુદ્દે મૌન ધારણ કરી લીધું છે. અગાઉ જે ભાજપ વિલીનીકરણ માટે તૈયાર દેખાતું હતું, તે પણ હવે ઉતાવળ કરવાના મૂડમાં નથી.

Join Our WhatsApp Channel

અજિત પવારનો રોડમેપ અને બદલાયેલી પરિસ્થિતિ

નિધન પહેલા અજિત પવારે વિલીનીકરણનો એક રોડમેપ તૈયાર કર્યો હતો. આ યોજના મુજબ, શરદ પવારને રાજ્યસભાની વધુ એક ટર્મ આપવાની હતી અને સુપ્રિયા સુલેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવાનું નક્કી થયું હતું. પક્ષની કમાન અજિત પવાર પોતે સંભાળવાના હતા અને શરદ પવાર મુખ્ય સલાહકારની ભૂમિકામાં રહેવાના હતા. પરંતુ હવે અજિત પવારની ગેરહાજરીમાં નેતૃત્વ કોણ સંભાળશે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે, જેના કારણે સંગઠનાત્મક સંતુલન બગડી ગયું છે.

આ સમાચાર પણ વાંચો : Ajit Doval Canada: કેનેડા સાથેના વિવાદનો અંત કે નવી શરૂઆત? અજીત ડોભાલે ગુપ્ત મિશન દ્વારા કેનેડાને કેવી રીતે કર્યું ‘સેટ’, જાણો ભારતનો ફૂલપ્રૂફ પ્લાન

NCPના ‘બિગ ફોર’ નેતાઓ વિલીનીકરણના વિરોધમાં

પક્ષના વરિષ્ઠ નેતાઓ જેવા કે પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, ધનંજય મુંડે અને સુનીલ તટકરે વિલીનીકરણની વિરુદ્ધમાં છે. આ નેતાઓનું માનવું છે કે અજિત પવાર હતા ત્યારે સ્થિતિ અલગ હતી, હવે વિલીનીકરણથી NCP ને કોઈ ખાસ ફાયદો થવાનો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, સુનેત્રા પવાર હવે ડેપ્યુટી સીએમ પદ સંભાળ્યા બાદ ટૂંક સમયમાં પક્ષના સંગઠન પર પણ પોતાની પકડ મજબૂત કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમને ડર છે કે વિલીનીકરણ પછી સંગઠન પર શરદ પવાર પરિવારનું વર્ચસ્વ વધી શકે છે.

ભાજપની ‘થોભો અને રાહ જુઓ’ ની નીતિ

ભાજપ હાલમાં વિલીનીકરણના મામલે ઉતાવળ કરવા માંગતું નથી. કેન્દ્રમાં નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુના ટેકાથી ચાલતી સરકારને અત્યાર સુધી કોઈ અડચણ આવી નથી. જો વિલીનીકરણ થાય તો ભાજપને વધારાના 8 સાંસદોનો ટેકો મળી શકે છે, પરંતુ જો પક્ષની કમાન શરદ પવાર પરિવાર પાસે જાય, તો તેમની સાથે તાલમેલ બેસાડવો ભાજપ માટે મુશ્કેલ બની શકે છે. આથી ભાજપ અત્યારે મહારાષ્ટ્રના આ રાજકીય ડ્રામામાં યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે.

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version