Site icon

વાહ મુંબઈકરોએ ઇ-બાઈકનો કોન્સેપ્ટ અપનાવી લીધો.. હવે બાંદ્રામાં બનશે બીજુ ઇ-બાઈક સ્ટેશન.. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 સપ્ટેમ્બર 2020

ઇ-બાઈક માટે હવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સેવા શરૂ કરવામાં આવી છે. જેનું સ્ટેશન બાંદ્રાના કલાનગર ખાતે રાખવામાં આવ્યું છે. મુંબઈમાં ઓગસ્ટ માસના અંતમાં ઈ-બાઇક શેરિંગ સુવિધાની શરૂઆત કરવામાં આવી હતી. જેની શરૂઆત 10 સ્ટેશનોથી થઇ હતી. જેમાં બાંદરા ઇસ્ટમાં સ્ટેશન પાસે પણ આ સુવિધા છે જ.. પરંતુ કલાનગર સ્ટેશન ખાતે પણ ઇ-બાઈક સ્ટેશનની સતત માંગ થઈ રહી હતી. જેથી ચાર દિવસ પહેલા કલાનગરમાં ઈ-બાઈક સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. લોકડાઉન ને કારણે મર્યાદિત પ્રતિસાદ હોવા છતાં આ બાઈક નો ઉપયોગ રોજ 200 થી 300 પ્રવાસીઓ કરી રહ્યા છે.

 એમ.એમ.આર.ડી.એ અને યુલુ બાઈક ના સંયુક્ત પ્રયાસ દ્વારા મુંબઈમાં શરૂ કરાયેલી આ પ્રકારની સુવિધાને મુંબઈગરાઓ એ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હોવાથી હોવી પ્રશાસને આ પ્રોજેક્ટ નો વિસ્તાર કરવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં 18 સ્ટેશનો પર 500 બાઈક ઉપલબ્ધ કરાવવાનું લક્ષ હોવાનું જાણવા મળ્યું છે. જે અંતર્ગત હાલના તબક્કે કુર્લા વેસ્ટ માં પણ રેલવે સ્ટેશન નજીક યુલુ ઈ-બાઈક સ્ટેશન શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં પ્રથમવાર જ યુલુ ઈ-બાઈક ની શરૂઆત થઈ છે. જેની પ્રથમ તબક્કાની શરૂઆત બેંગ્લોરથી શરુ કરવામાં આવી હતી..

Vasai chlorine gas leak: મુંબઈ નજીક વસઈમાં ક્લોરિન ગેસ લીક થતાં ૧નું મૃત્યુ, ૧૮ હોસ્પિટલમાં દાખલ
Uttan Virar Sea Bridge: મુંબઈ કોસ્ટલ રોડનું વિરાર સુધી વિસ્તરણ: ₹૫૮,૭૫૪ કરોડના ખર્ચે ઉત્તન-વિરાર તબક્કો-૧ સી બ્રિજને મંજૂરી
Kali Mata idol: પૂજારીનું કૃત્ય: મુંબઈના મંદિરમાં અનોખો બનાવ, મૂર્તિનો વેશ બદલવા પાછળ પૂજારીનો શું ઇરાદો હતો?
26/11 Tribute: ૨૬/૧૧ શ્રદ્ધાંજલિ: મુંબઈમાં CM ફડણવીસ, ડેપ્યુટી CM અજિત પવાર સહિતના નેતાઓએ શહીદોને નમન કર્યા.
Exit mobile version