Site icon

NCP વડા શરદ પવારે હાઈવે પર સ્પીડ લિમિટને લઈને કહી દીધી મોટી વાત- જાણો વિગત    

News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું(businessman Cyrus Mistry) રવિવારે પાલઘરમાં(Palghar) થયેલા ભીષણ રોડ એક્સિડન્ટમાં(road accident) મૃત્યુ થયું હતું. તેમના નિધન બાદ  હાઇવે પર ઝડપ મર્યાદા નીતિના(Speed limit policy) કડક અમલીકરણની જરૂર હોવા પર  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે(Sharad Pawar) ભાર આપ્યો હતો.

Join Our WhatsApp Community

મિડિયામાં આવેલા અહેવાલ મુજબ રવિવારે સાયરસ મિસ્ત્રીના(Cyrus Mistry) માર્ગ અકસ્માતમાં(road accident) થયેલા મૃત્યુને આઘાતજનક ગણાવતા શરદ પવારે કહ્યું  હતું કે  હાઈવે પર ઝડપ મર્યાદા નીતિના કડક અમલ થવો જોઈએ.

સાયરસ મિસ્ત્રી (54)નું રવિવારે બપોરે મૃત્યુ થયું હતું જ્યારે તેમની કાર પાલઘર જિલ્લામાં(Palghar District) એક પુલ પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વાહનચલાકોને દંડનારા ટ્રાફિક પોલીસ સામે જ કાર્યવાહી થશે. જાણો કેમ

મિસ્ત્રીના અવસાન પર શોક વ્યક્ત કરતાં પવારે જણાવ્યું હતું કે હાઇવે પરની ગતિ મર્યાદાને સખત રીતે લાગુ કરવાની જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રસ્તાની સ્થિતિમાં ઘણો સુધારો થયો હોવા છતાં, વધુ ઝડપે વાહનો ચલાવવાનું આજકાલ સામાન્ય બની રહ્યું છે

શરદ પવારે સાયરસ મિસ્ત્રીના નિધનન બાદ કહ્યું હતું કે દેશમાં કેટલાક પરિવારો એવા છે જે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ દેશના વિકાસમાં તેમનો ફાળો ઘણો મોટો છે. શાપૂરજી પલોનજી મિસ્ત્રીએ(Shapoorji Pallonji Mistry) વિવિધ પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું..

વધુમાં શરદ પવારે કહ્યું હતું કે મારી પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે(Supriya Sule) અને સાયરસ(Cyrus) અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત મળતા હતા. હું અંગત રીતે તેની સાથે સંપર્કમાં ન હતો.
 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version