વાહ!! કચરામાંથી બનેલી વીજળીથી થશે ઇલેક્ટ્રિક ગાડીનું ચાર્જિંગ, મુંબઈના આ વિસ્તારમાં ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરાયું; જુઓ તસવીરો ,જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલ(petrol diesel price) જેવા ઈંધણના ભાવે(Fuel price) સામાન્ય માણસની કમર ભાંગી રહી છે. તેથી વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો(Electric vehicle) તરફ વળી રહ્યા છે. ભવિષ્યની માંગને જોતા મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મુંબઈમાં વરલી(Worli)ના હાજી અલી નજીક ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન(Charging station)ને મુંબઈગરા માટે ખુલ્લું મુક્યું છે. જોકે તેમાં નવાઈની વાત એ છે કે આ ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન માટે વેસ્ટ-ટુ-એનર્જી (WTE) પ્લાન્ટમાંથી નિર્માણ થતી વીજળીનો ઉપયોગ કરવામાં આવવાનો છે.

Join Our WhatsApp Community

હજી ગયા વર્ષે કચરામાથી વીજળી નું ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ પાલિકાએ ચાલુ કર્યો હતો. શહેરનો આ પહેલો નાના પાયાના ડબલ્યુટીઈ પ્લાન્ટ પૈકી એક છે. તેમાં દરરોજ 2 મેટ્રિક ટન (2,000 કિગ્રા) ભીના કચરા પર પ્રક્રિયા કરી શકાય છે. આખા વોર્ડમાંથી, ખાસ કરીને રેસ્ટોરાં અને ખાણીપીણીમાંથી ભીનો કચરો પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. આ પ્લાન્ટ હાજી અલી પાસે કેશવરાવ ખાડયે રોડ પર 2,000 ચોરસ ફૂટના ત્યજી દેવાયેલા પ્લોટ પર વિકસાવવામાં આવ્યો છે. આવા 2,000 કિલો કચરાને પ્રોસેસ કરવામાં આવે છે.  અહીં પ્રતિ મેટ્રિક ટન કચરામાંથી 250-300 યુનિટ વીજળી ઉત્પન્ન(Generating electricity) કરવાની પાલિકાની યોજના હતી. તેમાંથી  લગભગ 180 યુનિટ વીજળીનો ઉપયોગ સ્ટ્રીટ લાઇટને(Street lights) પાવર કરવા માટે કરવામાં આવતી હોવાનું કહેવાય છે. 

આ સમાચાર પણ વાંચો :   વાહ!! BMC ની તિજોરી છલકાઈ, એક મહિનામાં કરી આટલી કમાણી; જાણો વિગતે.

હવે પાલિકાએ જ આ પ્લાન્ટમાં ઉત્પાદન થતી વીજળીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન માટે કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેનું ઉદ્ઘાટન(Inaugaration) આજે બપોરના મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન(tourists minister) આદિત્ય ઠાકરેના(Aditya thackeray) હસ્તે કરવામાં આવ્યું હતું.


 

Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Mumbai Airport: ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ મુંબઈ એરપોર્ટ પર ૫ લોકો પાસેથી મોટી માત્રામાં હાઇડ્રોપોનિક વીડ જપ્ત, શું છે તેની કિંમત?
Exit mobile version