Site icon News Continuous Bureau | Mumbai

વાહ- મુંબઈગરાની સુવિધા માટે આ ઉપનગરીય સ્ટેશન પર ખુલ્લો મુકાયો નવો ફૂટ ઓવરબ્રિજ- જુઓ ફોટાઓ

News Continuous Bureau | Mumbai

મુસાફરો(Commuters)ની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે(Western railway) દ્વારા વિવિધ માળખાકીય અપ-ગ્રેડેશન(Upgradation) કામ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા છે. આ જ ક્રમમાં, મુસાફરો(Passengers)ની સુવિધા અને સલામતી માટે મુંબઈ ઉપનગરીય વિભાગના ખાર રોડ સ્ટેશન(Khar Road Station) પર નવો ફૂટ ઓવરબ્રિજ (FOB) શરૂ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલવે(Western Railway)ના જનસંપર્ક વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, ખાર રોડ સ્ટેશન પર દક્ષિણ છેડે નવો ફૂટ ઓવરબ્રિજ જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.નવો FOB ખાર રોડ સ્ટેશનના પ્લેટફોર્મ પર રેલ મુસાફરોની અવરજવરને સરળ બનાવશે અને મુસાફરોની સુરક્ષામાં પણ વધારો કરશે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણી કપાત-આજે આખો દિવસ બંધ રહેશે પાણીનો સપ્લાય

આ નવો ફૂટ ઓવરબ્રિજ 44 મીટર લાંબો અને 6 મીટર પહોળો છે, જે 4.55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. IIT ઓડિટ રિપોર્ટ મુજબ આ ફૂટ ઓવરબ્રિજ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ પર ફરીથી બનાવવામાં આવ્યો છે. આ નવા ફૂટ ઓવર બ્રિજ સાથે, ચર્ચગેટ અને દહાણુ રોડ વચ્ચે નાણાકીય વર્ષ 2022-23માં કુલ 11 ફૂટ ઓવરબ્રિજ કાર્યરત કરવામાં આવ્યા છે, આ સાથે જ ફૂટ ઓવર બ્રિજની કુલ સંખ્યા વધીને 144 થઈ ગઈ છે. 

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version