Site icon

Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં

મુંબઈથી મીરા ભાઈંદરની મુસાફરી ટૂંક સમયમાં સુસાટ થવાની છે. આ મુસાફરી અઢી કલાકથી ઘટીને માત્ર ૩૦ મિનિટમાં થઈ જશે, કારણ કે મુંબઈમાં નવો મહામાર્ગ બની રહ્યો છે.

Mumbai Highway મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ

Mumbai Highway મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ

News Continuous Bureau | Mumbai
મુંબઈવાસીઓ માટે એક સારા સમાચાર છે. મુંબઈને વધુ એક હાઈવે (highway) મળવા જઈ રહ્યો છે. જેના કારણે નરીમન પોઈન્ટથી મીરા-ભાઈંદરની મુસાફરી માત્ર અડધા કલાકમાં પૂરી થશે. આ મહામાર્ગ ૩ વર્ષમાં તૈયાર થશે. આ માટે મીઠાની જમીન હસ્તાંતરિત કરવામાં આવશે. આ હાઈવે તૈયાર થયા બાદ નરીમન પોઈન્ટથી મીરા-ભાઈંદરની મુસાફરી કોસ્ટલ રોડ દ્વારા અડધા કલાકમાં કરી શકાશે, એવી માહિતી રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આપી હતી.

મુસાફરીનો સમય ઘટશે

Mumbai Highway નરીમન પોઈન્ટથી મીરા-ભાઈંદરની મુસાફરી કરતી વખતે વાહનચાલકોને ટ્રાફિક, ખાડા અને અન્ય ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. આ મુસાફરી માટે મુસાફરોને દોઢ કલાકથી વધુનો સમય લાગે છે. પરંતુ હવે મુસાફરોની આ મુસાફરી માત્ર અડધા કલાકમાં પૂરી થશે. તેનું કારણ એ છે કે મુંબઈમાં વધુ એક મહામાર્ગ બની રહ્યો છે. કેન્દ્રીય મીઠા ઉદ્યોગ મંત્રાલયે પોતાની જમીન રાજ્ય સરકારને હસ્તાંતરિત કરી હોવાથી દહિસરથી ભાઈંદર સુધીનો આ મહામાર્ગ બનાવવામાં રહેલો મોટો અવરોધ દૂર થયો છે. આથી, કોસ્ટલ રોડ દ્વારા નરીમન પોઈન્ટથી મીરા-ભાઈંદર સુધી ઝડપથી પહોંચી શકાશે.

Join Our WhatsApp Community

પ્રોજેક્ટની માહિતી

દહિસરથી ભાઈંદરનો આ મહામાર્ગ ૩ વર્ષમાં તૈયાર થશે. ત્યારબાદ નરીમન પોઈન્ટથી મીરા-ભાઈંદર કોસ્ટલ રોડ દ્વારા અડધા કલાકમાં પહોંચી શકાશે, એવી માહિતી પ્રતાપ સરનાઈકે આપી. રાજ્ય સરકાર અને કેન્દ્રીય મીઠા ઉદ્યોગ મંત્રાલય પાસે આ મહામાર્ગ માટે સતત ફોલોઅપ કરવામાં આવ્યું. ત્યાર બાદ દહિસર-ભાઈંદરના ૬૦ મીટર પહોળા રસ્તાના માર્ગમાં આવતી ૫૩.૧૭ એકર જમીન કેન્દ્રીય મીઠા ઉદ્યોગ મંત્રાલયે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાને હસ્તાંતરિત કરવાની મંજૂરી આપી.

આ સમાચાર પણ વાંચો : Gold Price: નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો,જાણો ૨૨ અને ૨૪ કેરેટના ભાવ કેટલા છે?

કોળી સમાજનો વિરોધ, વૈકલ્પિક માર્ગની પસંદગી

કોસ્ટલ રોડ (coastal road) ઉત્તનથી દરિયાકિનારે થઈને વિરાર તરફ જવાનો હતો. પરંતુ તેના કારણે માછીમારી અને આજીવિકા પર અસર થવાના ભયથી કોળી સમાજે તેનો વિરોધ કર્યો હતો. પ્રતાપ સરનાઈકે કોળી સમાજની આ વ્યથા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી અને તેમની માંગણીને મંજૂરી મળી. આથી, આ માર્ગ દરિયાકિનારેથી જવાને બદલે ઉત્તનથી દહિસર અને ત્યાંથી મીરા-ભાઈંદર થઈને વસઈ-વિરાર તરફ જમીન માર્ગે જશે. જમીન હસ્તાંતરિત થવાથી દહિસરથી ભાઈંદર અને આગળ વસઈ-વિરાર તરફ જવાનો રસ્તો મોકળો થયો છે, એવી માહિતી સરનાઈકે આપી.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Exit mobile version