ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
મુંબઈ શહેરમાં હવે જે વ્યક્તિ ને કોરોના થઈ ગયો છે પરંતુ તે કોરોના ના શારીરિક લક્ષણ નથી દેખાઈ રહ્યા. આ ઉપરાંત જે વ્યક્તિ નો કોરોના કોમ્પ્લિકેટેડ સ્ટેજ સુધી પહોંચ્યો નથી તે વ્યક્તિને હવે હોસ્પિટલમાં એડમિશન નહીં મળે.
મુંબઈ મહાનગરપાલિકાના આયુક્ત ઈકબાલ સિંઘ ચહલે આ જાહેરાત કરી છે. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ એક ગાઈડ લાઈન પણ જાહેર કરી છે. મુંબઈ મહાનગરપાલિકાએ આદેશ આપ્યો છે કે તમામ ખાનગી હોસ્પિટલમાં 80% બેડ કોરોના માટે આરક્ષિત રહેશે જ્યારે કે icu બેડ માં ૧૦૦ ટકા કોરોના ના દર્દીઓને આરક્ષણ આપવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકાએ આ પગલું આવનાર દિવસોમાં કોરોના ના દર્દીઓ વધતાં પરિસ્થિતિને શી રીતે પહોચી વળવી તેના ગેમ પ્લાન રૂપે લીધું છે.
જોકે એક વાત નક્કી છે કે હવે અન્ય વ્યાધિથી પીડાતા દર્દીઓને હોસ્પિટલમાં એડમિશન લેવાની સમસ્યા થઈ શકે છે.
મુંબઈ મહાનગરપાલિકાએ એવું પણ જણાવ્યું છે કે જે દર્દીમાં કોરોના ના લક્ષણ દેખાય નથી રહ્યા તેઓને સરકારી કોરન્ટીન સેન્ટરમાં મોકલવામાં આવે.
