Site icon

વેસ્ટર્ન રેલવેમાં આ સ્ટેશન પર ઊભું કરાશે ત્રીજું ટર્મિનસ, મેટ્રો અને હાઈવે સાથે કનેક્ટેડ હશે.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central) અને બાંદ્રા ટર્મિનસ(Bandra Terminus) પર થતી પ્રવાસીઓની ભીડનું વિભાજન અને ભવિષ્યમાં બહારગામની ટ્રેનોની ફ્રીકવન્સી વધારવાના આયોજન માટે વેસ્ટર્ન રેલવે(Western Railway)ના જોગેશ્વરી ખાતે નવું ટર્મિનસ બનાવવામાં આવવાનું છે.  રેલવે બોર્ડે પશ્ચિમ વેસ્ટર્ન રેલવે પર ત્રીજા ટર્મિનસના બાંધકામને મંજૂરી આપી દીધી છે

Join Our WhatsApp Community

ભારતીય રેલ્વે(Indian Raiway)માં તેજસ જેવી ખાનગી અને વંદે ભારતની તર્જ પર એન્જિન વગરની ટ્રેનો દોડાવવામાં આવવાની છે. હાલમાં, મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ પર વધારાની ટ્રેનો ચલાવવા તેમજ ટ્રેનો ઊભી કરવા માટે કોઈ જગ્યા ઉપલબ્ધ નથી. પરિણામે, નવેમ્બર 2021 માં, વેસ્ટર્ન રેલવેએ જોગેશ્વરી ટર્મિનસની સ્થાપના માટે રેલવે બોર્ડને(Railway board) પ્રસ્તાવ મોકલ્યો હતો આ પ્રોજેક્ટને તાજેતરમાં રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તેના માટે આશરે રૂ. 70 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ સમાચાર પણ વાંચો: વાહ! દાદરમાં બિન્દાસ શોપિંગ કરો, વાહન પાર્ક કરવાની ચિંતા છૂટી. BMC આપી આ સુવિધા..

જોગેશ્વરી ટર્મિનસ ખાતે એક પ્લેટફોર્મ અને ત્રણ લેન બનાવવામાં આવશે. આમાંથી એક લેનનો ઉપયોગ ગાડીઓની પાર્કિંગ માટે કરવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસથી કુલ 12 ટ્રેનો જોગેશ્વરી ટર્મિનસથી ઉપાડવાની યોજના છે. વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ મુસાફરોના પ્રતિસાદ પ્રમાણે ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

હાલના ટર્મિનસમાં વધારાની ટ્રેનો માટે જગ્યા ન હોવાથી નવા ટર્મિનસ પરથી ટ્રેનો દોડાવવાની યોજના છે, એમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું. જોગેશ્વરી ટર્મિનસમાં એસ્કેલેટર, પદયાત્રી પુલ, વેઇટિંગ લિસ્ટ, ટિકિટિંગ કેન્દ્રો અને અન્ય મુસાફરોની સુવિધાઓ હશે. વર્ષ 2025ની ડેડલાઈન રાખવામાં આવી છે. 

મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ શહેરના મધ્યભાગમાં હોવાથી, ઉપનગરોના મુસાફરોને મોટી ટ્રાફિક ભીડનો સામનો કરવો પડે છે. નવું જોગેશ્વરી ટર્મિનસ મેટ્રો તેમજ વેસ્ટર્ન એક્સપ્રેસ(Western express) વે સાથે જોડાયેલું રહેશે. 

આ સમાચાર પણ વાંચો: તૈયાર રહેજો!! મુંબઈમાં આવી રહ્યો છે વરસાદ, હવામાન ખાતાએ આટલા દિવસમાં વરસાદની કરી આગાહી.. જાણો વિગતે

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version