Site icon News Continuous Bureau | Mumbai

કલાનગર અને BKCથી આવતા રેલવે પ્રવાસીઓને રાહત-વેસ્ટર્ન રેલવેએ ટિકિટ માટે કરી આ સુવિધા ઉપલબ્ધ-જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મુસાફરો(Local Train commuters)ની સુવિધા માટે બાંદ્રા(પૂર્વ) ખાતે દક્ષિણ તરફ આવેલા ફૂટ ઓવરબ્રિજ(foot overbridge) ઉપર વેસ્ટર્ન રેલવે(Western railway) દ્વારા નવી ટિકિટ બુકિંગ ઓફિસ(Ticket Booking office)ખોલવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી અનુસાર, 14મી જૂન, 2022ના રોજ બાંદ્રા (પૂર્વ) ખાતે નવી બુકિંગ ઓફિસ ખોલવામાં આવી છે. તે દક્ષિણ તરફ આવેલા ફૂટઓવર બ્રિજ પુલ પર સ્થિત છે. આ બુકિંગ ઓફિસમાં 4 કાઉન્ટર છે જેમાં દિવ્યાંગો(senior citizen)ને અડચણ ન થાય તે મુજબની બનાવેલ છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈના જુહુ બીચમાં ન્હાવા ઉતરેલા 4 યુવકો તણાયા- આટલાના ડૂબી જવાથી મોત-સર્ચ ઓપરેશન ચાલુ

આ બુકિંગ ઓફિસ કુલ 195 ચો.મી.ના ક્ષેત્રફળમાં બનેલી છે. તેમાં 120 ચો.મી.નો વિસ્તાર લાઈનમાં ઊભા રહેવા માટેનો છે. તો 75 ચો.મી.નો ચાલવા માટે છે. તે લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ બુકિંગ ઓફિસ ખાસ કરીને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને કલાનગર(Kalanagar) વિસ્તારમાંથી આવતા ઘણા મુસાફરો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. 

આ નવી બુકિંગ ઓફિસ સાથે હવે બાંદ્રામાં ત્રણ બુકિંગ ઓફિસ છે. આમાંથી, મુખ્ય બુકિંગ ઓફિસ પશ્ચિમ બાજુએ આવેલી છે, જ્યારે અન્ય બે પૂર્વ બાજુએ છે, એક ઉત્તર પૂર્વ FOB ડેક પર અને નવી બુકિંગ ઓફિસ દક્ષિણ FOB પર છે.

Mumbai CNG Price Hike MGL મુંબઈકરો પર મોંઘવારીનો વધુ એક માર MGL એ CNG ના ભાવમાં પ્રતિ કિલો ₹1.50 નો કર્યો વધારો, જાણો નવા દર
Mumbai Water Crisis BMC મુંબઈ પર જળસંકટના વાદળો સાતેય તળાવોમાં 84% થી ઓછું પાણી બચ્યું, રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર BMC ની સુસ્તીથી વધી ચિંતા
Sachin Tendulkar Prince William Gully Cricket Mumbai મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં જામી ગલી ક્રિકેટની મજા સચિન તેંડુલકરે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિન સાથે યુવા ખેલાડીઓ સંગ રમી ક્રિકેટ
Mumbai To Sindhudurg Flight Chipi Airport 10 કલાકની મુસાફરી હવે માત્ર 60 મિનિટમાં મુંબઈસિંધુદુર્ગ સીધી ફ્લાઇટ સેવાનો આજથી પ્રારંભ, જાણો ટિકિટની કિંમત અને ફ્લાઇટનો સમય
Exit mobile version