Site icon

Abhishek Ghosalkar: અભિષેક ઘોસાળકર હત્યા મેટરમાં નવો વળાંક, માત્ર બાળાત્કારનો ખોટો આરોપ નહીં પરંતુ અમેરીકન કોન્સોલેટમાં ફોન કરીને આ બિઝનેસ પણ કરાવ્યો હતો બંધ..

Abhishek Ghosalkar: 8 ફેબ્રુઆરીએ દહીસરમાં શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકપની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ મોરિસે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે મોરિસની પત્નીએ મિડીયા સાથે વાત કરતા નવી ખુલાસા કર્યા છે.

new twist in Abhishek Ghosalkar murder, not only the false accusation of child rape, but this business was also stopped by calling the American consulate.

new twist in Abhishek Ghosalkar murder, not only the false accusation of child rape, but this business was also stopped by calling the American consulate.

News Continuous Bureau | Mumbai 

Abhishek Ghosalkar: શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની શુક્રવારે (8 ફેબ્રુઆરી) ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્વ-ઘોષિત સામાજિક કાર્યકર મોરિસ નોરોન્હા ( Mauris Noronha ) ઉર્ફે મોરિસ ભાઈએ અભિષેકને ગોળી મારી હતી. ત્યારબાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ કેસની તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે અભિષેકની હત્યા અગાઉના દુશ્મનાવટના કારણે કરવામાં આવી હતી અને પૂર્વયોજિત હતી. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, મોરિસની પત્નીએ હત્યા અને આત્મહત્યાના કેસ ( Suicide case ) અંગે મહત્વની માહિતી આપી છે. 2022 માં, મોરિસ વિરુદ્ધ 2 FIR નોંધવામાં આવી હતી. પહેલો કેસ બળાત્કારનો હતો. જેમાં મોરિસની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કેટલાક મહિના જેલમાં પણ વિતાવ્યા હતા. જેમાં મોરિસને શંકા હતી કે, અભિષેક ઘોસાલકરે બળાત્કારનો આરોપ લગાવનાર મહિલાને મદદ કરી હતી. તેમજ અભિષેકની પત્નીએ મોરિસ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. મોરિસની પત્નીએ કહ્યું હતું કે, અભિષેકની પત્નીએ મોરિસ પર ફેસબુક લાઈવ દરમિયાન તેમના વિશે ખરાબ ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

  શું કહ્યું મોરિસની પત્નીએ જાણો…

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા દાખલ કરાયેલા કેસોથી મોરિસ પરેશાન હતો. તે ઘણીવાર કહેતો હતો કે તે અભિષેક ઘોસાલકરાને પાઠ ભણાવશે. પરંતુ અમે તેની અવગણના કરતા હતા. મોરિસનો અમેરિકામાં ( America ) બિઝનેસ પણ હતો. અભિષેક ઘોસાલકરે યુએસ એમ્બેસીનો ( US Embassy ) સંપર્ક કર્યો હતો. તે પછી, મોરિસના વ્યવસાયને ( Business ) નુકસાન થયું. મોરિસની પત્નીએ માહિતી આપી હતી કે, અભિષેકના યુએસ એમ્બેસીમાં સંપર્ક કર્યા બાદ તેનો અમેરિકામાં બિઝનેસ બંધ થઈ ગયો હતો. તેમ જ મોરિસને જેલમાં ધકેલી દેનાર બળાત્કારનો કેસ પાછળથી એક છેતરપિંડી હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ તેના કારણે મોરિસને જેલની સજા સહન કરવી પડી હતી, એમ મોરિસની પત્નીએ મિડીયા રિપોર્ટમાં જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Surat : સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ ૬ વિધાનસભાઓમાં ૬,૧૫૧ આવાસોના ઈ-લોકાર્પણ

આ ઘટના બની ત્યારે હું કામ પર હતી. એક પરિચિતે મને ફોન કર્યો. તેણે કહ્યું કે અભિષેક ઘોસાલકરની હત્યા થઈ છે. મને લાગ્યું કે કોઈએ રાજકીય દુશ્મનાવટમાં તેની હત્યા કરી હશે. થોડી વારમાં બીજો ફોન આવ્યો. મને સમજાયું કે મારા પતિ મોરિસે અભિષેકને ગોળી મારી હતી. પછી ત્રીજો ફોન આવ્યો. મોરિસની પત્નીએ ઘટનાક્રમ જણાવતા કહ્યું કે આ કોલમાં મને ખબર પડી હતી કે, મોરિસે આત્મહત્યા કરી લીધી હતી. મોરિસ પાસે પિસ્તોલ ક્યાંથી આવી તે અંગે મને કોઈ જાણ નથી. મોરિસની પત્નીએ વધુમાં ઉમેર્યું હતું કે હત્યાના દિવસે મેં મોરિસને અભિષેક વિશે કોઈની સાથે વાત કરતા સાંભળ્યા નથી.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version